તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકો પરેશાન:BSNLનું નિંભર તંત્ર સુધરવાનું નામ લેતુ નથી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, લેન્ડલાઇન, મોબાઇલ સેવા લંગડાઇ

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની સેવાઓ સતત લંગડાઇ રહી છે, અને ગ્રાહકો નોધારા બની રહ્યા છે. ગ્રાહકોની ફરિયાદ પ્રત્યે પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી અને તેના કારણે નાણા ખર્ચ કરવા છતા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, લેન્ડલાઇન, મોબાઇલ ફોન સેવાઓમાં સતત ક્ષતિઓ પ્રવર્તિ રહી છે.

બીએસએનએલ દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અમલમાં લવાયા બાદ મોટાભાગના અનુભવી કર્મચારીઓ નિવૃત્ત થઇ ચૂક્યા છે, અને નવી ભરતી કરવામાં આવી રહી નથી. ટેકનિકલ અને ફિલ્ડના ફોલ્ટ જેવી અગત્યની બાબતોનું આઉટ સોર્સિંગ કરવામાં આવ્યુ છે. કોન્ટ્રાક્ટરોને ગ્રાહકોની કોઇ પડી હોતી નથી.

ફાઇબર ઓપ્ટિક કેબલમાં લાંબા સમયથી વારંવાર ક્ષતિઓ સર્જાય રહી છે, અને તેના કારણે ભાવનગરના લેન્ડલાઇન ફોન, ઇન્ટરનેટના ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.લેન્ડલાઇનની તકલીફો પણ યથાવત છે. ગ્રાહકોની મુશ્કેલીઓ જાણવા, દૂર કરવા માટે બીએસએનએલના કર્મચારીઓ વાતાનુકુલિત ચેમ્બરો છોડી બહાર આવવાનું પણ મુનાસીબ માનતા નથી, શહેરમાં ઠેરઠેર રસ્તાના, નળ-ગટરના અને અન્ય કામોમાં ખોદકામ થાય છે તેમાં સંબંધિત સરકારી વિભાગો સાથે સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...