વિશ્વ મ્યુઝિયમ ડે:બાર્ટન મ્યુઝિયમમાં દૈનિક માંડ 50 મુલાકાતીઓ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સંગ્રહાલયમાં સચવાયેલા છે સૈકાઓ જૂના હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો
  • કલાકૃતિઓ​​​​​​​, રજવાડી ચીજ-વસ્તુઓ અને શસ્ત્રો સચવાયેલા છે

આવતી કાલ તા.18 મેને બુધવારે વિશ્વ કક્ષાએ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવશે ત્યારે મોટા ભાગના ભાવનગરવાસીઓને જ ખબર નથી કે શહેરમાં મધ્ય ભાગમાં બાર્ટન મ્યુઝિયમ આવેલું છે. આ મ્યુઝિયમમાં રોજના માંડ 50 મુલાકાતીઓ આવે છે.

આ મ્યુઝિસ્યમમાં ભાવનગરના પ્રજાવત્સલ ગોહિ‌લવંશના રાજવીઓ દ્વારા મળેલી અલભ્ય કલાકૃતિઓ તેમજ રજવાડી ચીજ-વસ્તુઓ અને લડાઈના રાજશાહી વખતના શસ્ત્રો પણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે. તો વલ્લભી અને હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો પણ બાર્ટન મ્યુઝિયમમાં જોવા મળે છે. આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે.

કોઈપણ પ્રજા પોતાના ગૌરવવંતા ઈતિહાસથી જ આગવી રીતે છાપ ઉપસાવી હોય છે અને તેમાં સંગ્રહાલયો મુખ્ય કાર્ય કરે છે. ભાવનગરની ભાતીગળ અને સાંસ્કૃતિક વિશેષતાઓને જાણવી હોય તો આ સંગ્રહાલયની મુલાકાત હરકોઇએ લેવી જોઇએ. જ્યાં ગોહિલવાડ તથા આસપાસના વિસ્તારોનો ઇતિહાસ વ્યવસ્થિત ઢબે સચવાયેલો છે.

શું શું જોશો આ મ્યુઝિયમમાં ?
ભાવનગર શહેરમાં આવેલા આ બાર્ટન મ્યુઝિયમમાં હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. હાથબ અને તેની આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્પન્ન કરાયા બાદ સૈકાઓ જૂના સિક્કા, આભૂષણો, હથિયારો, વિ. મળ્યા તે આ મ્યુઝિયમમાં બરાબર જતનપૂર્વક સાચવાયા છે. જુદી જુદી 25 કેટેગરીના સેંકડો નમૂનોઓ જતનપૂર્વક સચવાયેલા છે.

વિજયશંકર ઓઝાની જહેમત
ઈ.સ.1881માં ભાવનગર રાજ્યમાં પુરાતત્વના પ્રખર અભ્યાસુ વિજયશંકર ઓઝાની ખાતાની વડા તરીક. નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓએ ભાવનગર અને અન્ય પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલા જૂના શીલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ અને અન્ય સૈકાઓ જૂના અવશેષોનો સંગ્રહ કર્યો હતો. હરિભાઇ ઓઝાએ જૂના શીલાલેખો, તામ્રલેખો અને. સિક્કાઓનો સંગ્રહ બાર્ટન મ્યુઝિયમને ભેટ આપી હતી. > પ્રો.ડો.લક્ષ્મણ વાઢેર, ઈતિહાસવિદ્દ, શામળદાસ કોલેજ

અન્ય સમાચારો પણ છે...