સાંકેતિક બંધ:મોંઘવારી સહિતના વિવિધ મુદ્દે કૉંગ્રેસે આપેલા બંધના એલાનને ભાવનગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદી, બેરોજગારી, કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન

ભાજપના રાજમાં મોંઘવારી સહિતના પ્રશ્ને લોકો પરેશાન છે મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા સવારે 8 થી 12 કલાકનું સાંકેતિક બંધનું એલાન આપ્યું હતું, જેમાં આજરોજ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

લોકોના રોજગાર ખતમ થઈ ગયા
સાંકેતિક બંધનું એલાન આપનાર કૉંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાને બદલે અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં 14 કરોડથી વધુ યુવાનો બેરોજગાર થયા છે. ફીક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું સુનિયોજીત રીતે ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. 20 થી 24 વય જુથના 42 ટકા યુવાનો બેરોજગાર છે. ભાજપ સરકારે વિચાર્યા વગર નોટબંધી અમલમાં મુકી, ઉતાવળે જીએસટી લાગુ કરી જેના પરિણામે 2 લાખથી વધુ લઘુ ઉધોગો બંધ પડી ગયા, કરોડો લોકોના રોજગાર ખતમ થઈ ગયા હતા,

કૉંગ્રેસ દ્રારા અનેક સવાલો કર્યા
ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં 4.50 લાખ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ખેતર વિનાના ખેડૂત, ગ્રામસેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડોક્ટર વિનાનુ દવાખાનુ એ ભાજપની ઓળખ છે. 15-15 વર્ષથી લાયબ્રેરીયનોની ભરતી કરવામાં આવી નથી અને વાત કરે છે વાંચે ગુજરાતની...? 15 વર્ષ કરતાં વધુ સમયથી શારીરીક શિક્ષણના શિક્ષકો-અધ્યાપકોની ભરતી કરવામાં આવી નથી અને ભાજપ સરકાર માત્ર જાહેરાતો કરે છે, 'રમશે ગુજરાત'ની ચિત્ર, સંગીત, કળાના શિક્ષકોની 15 વર્ષ કરતાં વધુ સમયથી ભરતી જ થઈ નથી અને વાત કરે છે કળા સંસ્કૃતિની ? પીટીસીના પાસ ઉમેદવારો બેરોજગાર, શુ આ રીતે ભણશે ગુજરાત ? તેવા કોંગ્રેસે દ્રારા અનેક સવાલ કર્યા છે.

લોકોને 2 કલાક ઘંઘા રોજગાર બંધ રાખવા નીકળ્યા હતા
​​​​​​​
ગુજરાતના નાગરિકોનો લાગણીને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા સાંકેતિક બંધના આહવાહનને આજરોજ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, નાના લારી-ગલ્લા, પાથરણાવાળા, ફેરીયાઓ, રોજીંદુ કમાતા લોકોને 2 કલાક ઘંઘા રોજગાર બંધ રાખવા કોંગ્રેસના આગેવાનો નીકળ્યા હતા, સાથોસાથ ઈમરજન્સી સેવાઓ હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, દવાખાના, દવાની દુકાનોને અડચણ નહી કરવામાં આવે તેમ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...