અગનવર્ષા:ભાવનગરમાં મે માસમાં આ વર્ષે સરેરાશ તાપમાન 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યું, 36 કિલોમીટરની ઝડપે પવનના સૂસવાટા ફૂંકાયા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક દિવસમાં તાપમાનમાં 3.2 ડિગ્રીનો વધારો
  • ભાવનગર શહેરમાં ગત વર્ષે સરેરાશ તાપમાન 38.7 ડિગ્રી હતું તે આ વર્ષે વધીને 40.9 ડિગ્રીને આંબી ગયું

પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનોની અસરથી ભાવનગરમાં આ મે માસમાં 11મી તારીખે છેલ્લાં 5 વર્ષની સૌથી વધુ ગરમી 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાઇ હતી. તો આજથી શહેરમાં પુન: ગરમીનો પારો ઉચકાયો છે અને બપોર તાપમાનમાં 2.2 ડિગ્રીનો વધારો થયો છે. જો કે સાંજના સમયે પવનની દિશા ફરતા ગરમીના મોજામાં થોડી રાહત મળી હતી.

શહેરમાં આજે મહત્તમ તાપમાન 3.2 ડિગ્રી વધીને 43.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. સાથે 36 કિલોમીટરની ઝડપે પવનના સૂસાવટા ફૂંકાયા હતા. જો કે ગત મે માં પ્રથમ બે સપ્તાહમાં સરેરાશ તાપમાન 38.7 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ તે આ વર્ષે મે માસમાં બે સપ્તાહ આજે પૂર્ણ થયા છે ત્યારે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યું છે.

આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 71 ટકા થઇ ગયુ઼ હતુ જે સાંજે પણ 50 ટકા રહેતા મોડી સાંજે ભેજવાળા પવનને લીધે ગરમીમાંથી થોડી રાહતનો અનુભવ થયો હતો. બાકી બપોરે તો 43.4 ડિગ્રીએ ગરમીનું મોજું તીવ્ર રહ્યું હતુ. શહેરમાં રાત્રે ઉષ્ણતામાન 0.8 ડિગ્રી ઘટીને 26 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ જ્યારે પવનની ઝડપ આજે સવારે 14 કિલોમીટર હતી તે આજે સાંજે વધીને 36 કિલોમીટર નોંધાઇ હતી.

2021માં મે માસમાં ગરમી

તારીખમહત્તમ તાપમાન
1 મે42.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
2 મે40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ
3 મે40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ
4 મે38.5 ડિગ્રી સેન્ટીગ્રેડ
5 મે37.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
6 મે39.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
7 મે40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
8 મે41.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
9 મે41.8 ડિગ્રી સેન્ટીગ્રેડ
10 મે41.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
11 મે44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ
12 મે40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
13 મે40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
14 મે43.4 ડિગ્રી સેન્ટીગ્રેડ

ગરમ મસાલાવાળું ભોજન ત્યજો

આ વર્ષે મે માસમાં તીવ્ર હિ‌ટવેટવની લપેટમાં ભાવનગર જિલ્લો સપડાઇ ગયો છે. આ કાળઝાળ ગરમીમાં સતત પાણી પીવું જોઇએ, જ્યુસ પીવું, ફ્રુટ ખાવા અને લીંબુ પાણી પીવું તેમજ શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે છે. આ અંગે તબીબો કહે છે ભોજનમાં બહારનું તીખુ-તમતમતું અને મસાલાવાળુ ભોજન ત્યજવું. બપોરે 40 ડિગ્રીથી વધુ ગરમીમાંથી ઘરે આવ્યા બાદ તરત જ ફ્રિજ કે બરફનું ઠંડુ પાણી ન પીવું. ગોળાનું ઠંડુ પાણી પીવું.

દર વર્ષે શું કામ વધી રહી છે ગરમી ?
સૂર્યની ગરમી પૃથ્વીના વાતાવરણમાં સીધી આવતી નથી પણ ઓઝોન વાયુના કવચને ભેદીને આવવું પડે છે જેથી આપણી માટે તે પ્રકાશ સલામત છે પણ વીજળીનો વિચાર્યા વગરનો વેડફાટ, વાહનોની વિક્રમી સંખ્યા, એસી, કુલર, ફ્રિજ વિગેરેનો વધતો જતો ઉપયોગ વિગેરેને લીધે કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી ગયું છે અને તેણે આશીર્વાદરૂપ ઓઝોન વાયુના કવચમાં ગાબડા પાડ્યા છે જેથી દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. - ડો.બી.આર. પંડિત, પર્યાવરણવિદ્દ

​​​​​​​2020માં મે માસમાં ગરમી

તારીખમહત્તમ તાપમાન
1 મે38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ
2 મે38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ
3 મે38.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
4 મે38.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
5 મે38.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
6 મે39.9 ડિગ્રી સેન્ટીગ્રેડ
7 મે39.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
8 મે40.1 ડિગ્રી સેન્ટીગ્રેડ
9 મે40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
10 મે38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ
11 મે37.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
12 મે38.3 ડિગ્રી સેન્ટીગ્રેડ
13 મે39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
14 મે36.9 ડિગ્રી સેન્ટીગ્રેડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...