'ધન્ય છે કીર્તિદાનને':દીકરીઓ માટે રૂા.100 કરોડની નિધિ એકત્ર કરવાના લોકગાયકના શુભ સંકલ્પનું સન્માન કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલાનગરી ભાવનગરને આંગણે યોજાશે ’ધન્ય છે કિર્તીદાનને’ કાર્યક્રમ
  • ભાવનગરના વિકાસ માટે અદ્કેરુ પ્રદાન કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું અને કિર્તીદાન ગઢવીનું ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માન કરાશે

કલાનગરી અને સંસ્કાર નગરી એવાં ભાવનગરને આંગણે આગામી તા.6 સપ્ટેમ્બરના રોજ એક અદ્કેરો સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાવનગરના વિકાસ માટે અનેક પગલાં લેનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જાહેર સન્માન કરાશે. તો ’ધન્ય છે કિર્તીદાનને’ કાર્યક્રમ સાથે કિર્તીદાન ગઢવીનું ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે.શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ આયોજિત આયોજિત આ કાર્યક્રમ ભાવનગરના ચિત્રા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં તા.6 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે યોજાશે.

’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી પણ સન્માનિત
ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ દીકરીઓ માટે રૂા.100 કરોડની નિધિ એકત્ર કરવાના શુભ સંકલ્પનું સન્માન કરવાં માટે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં કિર્તીદાન ગઢવી સૌ પ્રથમ વખત ફ્યુઝન મેશ અપ અવતારમાં પોતાની નવતર કલાની પ્રસ્તુતિ રજૂ કરશે. તેમજ તેમને મહાનુભાવોના હસ્તે ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવશે.

’રઢિયાળી રાત’ અંતર્ગત ભવ્ય લોક ડાયરા
ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં આ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવાં કે, સાઈરામ દવે, પાર્થિવ ગોહિલ, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, હરેશદાન સુરૂ, હાર્દિક દવે, ગીતાબા ઝાલા, ઉર્વશીબેન રાદડિયા, ઈશાની દવે સહિતના કલાકારો ’રઢિયાળી રાત’ અંતર્ગત ભવ્ય લોક ડાયરાની પ્રસ્તુતિ રજૂ કરશે.

રીંગરોડ માટે રૂા.297 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નવાં ભાવનગરના નિર્માણ માટે ભાવનગર ફરતે રીંગરોડ માટે રૂા.297 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે ત્યારે ભાવનગર નાગરિક સમિતિના વડપણ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જાહેર સન્માન અભિવાદન પણ આ સાથે કરવામાં આવશે.

સંકલ્પ સાથે બીજા અનેકવિધ પ્રકલ્પો પૂરા
ભાવનગરનું ભવિષ્ય રીંગ રોડ સાથે જોડાયેલું છે. રીંગરોડના નિર્માણ સાથે એક નવાં ભાવનગરનો ઉદય થવાનો છે. આ સંકલ્પ સાથે બીજા અનેકવિધ પ્રકલ્પો પૂરા કરવામાં તથા નવા પ્રકલ્પો માટેની મંજૂરી આપીને મુખ્યમંત્રીએ ભાવનગર માટે અનેક સુવિધાઓ ઉભી કરી છે તેનો ઋણ સ્વીકાર કરવામાં આવશે,

અન્ય સમાચારો પણ છે...