અસલામતી:સીસીટીવી અને સુરક્ષાના અભાવે માર્કેટ યાર્ડમાં મગફળીની ચોરી બાદ હરાજી ઠપ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસુરક્ષા સામે વેપારીઓનો ઉગ્ર રોષ
  • ભાવનગર માર્કેટ યાર્ડમાં હાલ સરેરાશ રોજ 3500 ગુણી મગફળીની હરાજી

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીથી લઈને શાકભાજી સુધીની કૃષિની જણસની સતત આવકથી દિવસ-રાત યાર્ડ ધમધમતું રહેતું હોય છે આમ છતાં ગઈકાલે રાત્રે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાંથી મગફળીની બે ગુણની ચોરી થતા વેપારીઓ રોષે ભરાયા હતા. આથી આજે સવારના સમયે એકાદ કલાક સુધી મગફળીના વેપારીઓએ હરાજી ઠપ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે બાદમાં મગફળી હરાજી શરૂ થઇ ગઇ અને અને દિવસ દરમિયાન 2500થી વધુની ગુણીની હરાજી થઈ હતી.

ગત શુક્રવારે 35 હજાર જેટલી ગુણી મગફળીની આવી ગયા બાદ દરરોજ કાર્ય થઈ રહ્યું છે. દરમિયાનમાં ગઈકાલે રાત્રે જીતેન્દ્ર એન્ડ કંપની નામના વેપારીની યાર્ડમાં રાખેલી મગફળીની બે ગૂણીની ચોરી થઇ જતા વેપારીઓ રોષે ભરાયા હતા. યાર્ડમાં સીસીટીવી નથી ઉપરાંત સિક્યોરિટી ગાર્ડની પણ પૂરતી સુવિધા નથી. આથી વખતોવખત ચોરીના બનાવો બને છે તે બાબતે વેપારીઓએ રજૂઆત કરી હતી. સાથે મગફળીની હરરાજીનો બહિષ્કાર પણ કર્યો હતો. આવી રીતે ચોરી થાય ત્યારે વેપારીઓને ખોટ ભોગવવી પડે છે. જો માલ વેચાયા વગરનો હોય તો ખેડૂતોને ખોટ ભોગવવી પડે છે.

અંગે યાર્ડના સેક્રેટરી જણાવ્યું હતું કે યાર્ડમાં હાલ સીસીટીવીની સુવિધા નથી અને રાત્રીના સમયે ચોરીનો બનાવ બન્યો છે. પરંતુ આખી રાત શાકભાજીની હરાજી શરૂ હોય છે ત્યારે આ બનાવ બન્યો તે ચિંતાજનક બાબત ગણી શકાય. યાર્ડના સેક્રેટરી એ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે અમે વેપારીને પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. કારણ કે આ તસ્કરીનો મામલો યાર્ડનો નહીં પરંતુ પોલીસનો ગણાય. દરમ્યાનમાં એકાદ કલાકની સમજાવટ બાદ આખરે મગફળીના વેપારીઓએ રાજી પૂર્વવત કરી હતી અને આજે યાર્ડમાં 2500થી વધુ મગફળીની ગુણીની હરાજી થઇ હોવાનું જણાવ્યું હતું.

મંગળવારે 10,172 કિલો મગફળીનું વેચાણ
યાર્ડમાં હરાજી ઠપ રહ્યા બાદ કુલ 2543 ગુણ મગફળીની વેચાણ થયું હતુ. મગફળીનો ભાવ રૂ.1188થી 1126નો બોલાયો હતો. કુલ 10,172 કિલો મગફળીનું વેચાણ થયું હતુ.

સીસીટીવી માટે ત્રણ પ્રયત્નો કર્યા
ભાવનગરના ચિત્રા ખાતેના માર્કેટિંગ યાર્ડમાં સીસીટીવી કેમેરાની સુવિધા માટેનો 70 લાખથી વધુની કિંમતનો પ્રોજેક્ટ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો સમયગાળો હોય લોકડાઉનના સમયમાં ત્રણ ત્રણ વાર ટેન્ડર જાહેર કર્યા છતાં પૂરતા ભાવ મળતા નથી અને આથી આ સુવિધા હજી સુધી યાર્ડમાં ઉપલબ્ધ થઇ શકી નથી હવે કોરોનાની સ્થિતિ સુધરી છે આથી આગામી દિવસોમાં સીસી ટીવી માટેના ટેન્ડર પુનઃ જાહેર કરાશે. > દોલુભાઈ રોયલા, સેક્રેટરી, ભાવનગર માર્કેટ યાર્ડ

અન્ય સમાચારો પણ છે...