તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરસ માહોલ:મહાપાલિકા ચૂંટણીના પ્રચારમાં હજી પણ માહોલ જામતો નથી, હવે અંતિમ ત્રણ દિવસ પ્રચારની ધૂમ રહેશે

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શહેરમાં ભાજપના સ્ટાર પ્રચારકોની સભા યોજાઇ ગઇ, કોંગ્રેસના કોઈ સ્ટાર આગેવાન ફરક્યા નથી

ભાવનગર શહેરમાં મહાપાલિકાની ચૂંટણી માટે તા.21 ફેબ્રુઆરીને રવિવારે મતદાન થવાનું છે ત્યારે શહેરમાં હજી ચૂંટણી પ્રચારમાં માહોલ જામ્યો નથી. જો કે ભાજપના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જેવા સ્ટાર પ્રચારકોએ શહેરમાં સભા કરી તેની સામે કોંગ્રેસ સામે હજી કોઇ કદાવર અને સ્ટાર પ્રચારક આવ્યા નથી. હવે મ્યુ. કોર્પો. ચૂંટણીના પ્રચારના ભુંગળા બંધ થવાને આડે માત્ર ત્રણ દિવસ બાકી હોવા છતાં થોડો નિરસ માહોલ જોવા મળે છે. ભાવનગર શહેરમાં ગત મ્યુ. કોર્પો.ની ચૂંટણીઓની તુલનામાં આ વખતે સ્ટાર પ્રચારકો સાથે ભાગ્યે જ મોટા રાજકીય સભાના આયોજન થયા છે.

આ વર્ષે ભાજપ અને કોંગ્રેસમાં પરંપરાગત રીતે રીક્ષા દ્વારા પ્રચાર કાર્ય આગળ ધપી રહ્યું છે તો ઘરે ઘરે સંપર્ક પણ કરાઇ રહ્યાં છે. પણ ચૂંટણી માટે જે માહોલ જામવો જોઇએ તે હજી જામ્યો નથી. તે હકીકત છે. જો કે ભાજપે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખો સાથે રાખી બોરતળાવ-કૈલાસવાટિકા અને શિવાજી સર્કલ ખાતે મોટી સભા યોજી ટેમ્પો જમાવવા કોશિશ કરી છે. તો સામા પક્ષે કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઇ મોટી રાજકીય સભા યોજી નથી. બન્ને પક્ષો દ્વારા વોર્ડવાઇઝ પ્રચાર કાર્ય થાય છે પણ તેમાં નબળો પ્રતિસાદ મળતા હવે ત્રણ દિવસ ધૂમ પ્રચાર કરવાની રણનીતિ બન્ને મુખ્ય પક્ષોએ ઘડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો