તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં રજૂઆત:વિધાનસભામાં ભાવનગર અને બોટાદમાં માર્ગ અકસ્માતના મૃતકો અંગે પ્રશ્ન પુછાયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર.
 • તળાજાના ધારાસભ્ય કનુભાઇએ ચિંતા વ્યકત કરી

તળાજા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ આજે વિધાનસભામાં ભાવનગર-બોટાદ જિલ્લામાં વાહન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા અને ઘાયલોને સરકારના નિયમો મુજબ કેટલી રકમ કેટલા સમયમાં હોસ્પિટલોને ચુકવવામાં આવી છે સહિતના પ્રશ્નો પુછ્યા હતા.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બોટાદમાં 2019માં જીવલેણ અકસ્માત 46,ગંભીર અકસ્માત 33,કુલ અકસ્માત 92 પૈકી 57 લોકોના મૃત્યુ થયા હતા.જયારે 2020માં જીવલેણ અકસ્માત 42,ગંભીર અકસ્માત 38,કુલ અકસ્માત 88 થયા હતાં તે પૈકી 48 લોકોના મોત નિપજયા હતા.

આ ઉપરાંત 50 હજારની સહાય અથવા તો 48 કલાક સરકાર દ્વારા પરિપત્ર કરીને ભોગવવામાં આવે છે આ તા.16.5.21નો પરિપત્ર છે જેની સામે ઓર્થોપેડીક ડોકટર એસોસિએશન કોર્ટમાં ગયું છે ત્યારે સરકાર દ્વારા સામે એપિયર ન થવાના કારણે લોકડાઉન થવાના કારણે આજ સુધીમાં ઘણી બધી હોસ્પિટલો આ રીતે દર્દીઓને સારવાર આપતી નથી જેના જવાબમાં પ્રદિપસિંહ જાડેજાએ કહયું હતું કે ઓર્થોપેડીક ડોકટર એસોસિએશન કયાં કેસ માટે કોર્ટમાં ગયું છે,દરેક કેસના કન્ટેઇન અલગ અલગ હોય છે જયાં સુધી કેસના સ્પેસિફિકેશન કન્ટેઇન શું છે એ જાણ્યા સિવાય એનો જવાબ આપવો અપુરતો કહેવાય એમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો