તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ભાવેણાના કલાકારોએ OTT પ્લેટફોર્મમાં સર્જ્યુ મેઘધનુષ્ય

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિઠ્ઠલ તીડી નામની ગુજરાતી વેબ સિરીઝમાં ભાવેણાના 10 કલાકારો અભિનયમાં છવાયા

Oho ગુજરાતી નામના તાજા જ લોન્ચ થયેલા OTT પ્લેટફોર્મ ઉપર તાજેતરમાં વિઠ્ઠલ તીડી નામની શાનદાર ગુજરાતી વેબ સિરીઝ રજૂ થઈ છે. અભિષેક જૈન દિગ્દર્શિત આ વેબ સિરીઝના લીડ રોલમાં પ્રતીક ગાંધીની સાથે ગુજરાતી રંગમંચના દિગ્ગજ ગણાતા રાગી જાની પણ અગત્યની ભૂમિકામાં છે. કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે સુપ્રસિદ્ધ એવા ભાવનગર શહેર માટે ગર્વની વાત એ છે કે ભાવનગરના નાટ્યમંચ સાથે સંકળાયેલા એક બે નહીં પણ દસ - દસ કલાકારો આ સફળ વેબ સિરીઝ માં પોતાના અભિનયથી છવાઈ ગયા છે.

આ પ્રતિભાશાળી કલાકારો એ OTT પ્લેટફોર્મના આસમાન માં કલાનગરી ભાવનગરનું મેઘધનુષ્ય સજાવી દીધું છે. ભાવનગરના નાટ્યમંચ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા પ્રો.ડો. આશિષ શુકલ આ વેબ સિરીઝમાં ઘનાભાઈનું પાત્ર ખુબ અસરકાર રીતે ભજવી ગયા છે. આ ઉપરાંત જગલાના પાત્રમાં જગજીતસિંહ વાઢેર, મેહુલ ભીલ, હામદેવ આહિર, રાજીવ રાંટાના પાત્ર માં હાર્દિકસિંહ ચુડાસમા, જયવંતસિંહ પઢિયાર, વૃતાંત ગોરડિયા, દીર્ઘ જોશી, રાજેશ ઝવેરી, નેહા પટેલ જેવા એક ઝલક દેખાડી ગયા છે. દસ કલાકરોની સહભાગીદારીએ શહેર માટે ખરેખર ગર્વની વાત છે.

અન્ય સમાચારો પણ છે...