માગણી:કોર્પોરેશનના કર્મચારીઓને હુકમ છતાં સાતમા પગાર પંચના એરિયર્સના હપ્તા ચુકવાયા નથી

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસ સ્ટાફની ગણતરી પૂર્ણ થઇ છે અને સફાઈ કામદારની શરૂ છે. જેની પૂર્ણ થઇ તેઓને ચુકવણું કરવા માગણી

ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચના એરિયર્સની રકમ 24 હપ્તે ચુકવવા હુકમ થયો છે પરંતુ સફાઇ કામદારોના ગણતરી પત્રકની કામગીરી શરૂ છે જેને લાંબો સમય થશે ત્યારે અન્ય કર્મચારીઓના ગણતરી પત્રક પૂર્ણ થઇ લોક કરવામાં આવ્યા છે તેઓને સત્વરે એરિયર્સ ચુકવવા જાગૃત કર્મચારી મંડળ દ્વારા કમિશનરને રજૂઆત કરી છે. સાતમા પગાર પંચના એરિયર્સના હપ્તાની રકમ સપ્ટેમ્બર પેઈડ ઓકટોબરના પગારની પ્રથમ હપ્તાની ચુકવણી કરવા હૂકમ કરાયો છે.

જે અન્વયે સેન્ટ્રલ એસ્ટા વિભાગ દ્વારા દર પહેલી તારીખે ચુકવણા પગારના ઓફિસ સ્ટાફના એરિયર્સ ચુકવણા ગણત્રી પત્રકો તૈયાર કરી સેવાપોથીમાં હપ્તામાં પત્રક તથા ઓડિટ મંજુર પત્રક ઓફિસ સ્ટાફની સેવાપોથીમાં પંદર થી વીસ દિવસના સમયગાળામાં લગાવી આપવામાં આવેલ છે. જે કર્મચારીઓની સંખ્યા 931 જેવી છે. જેના હપ્તા પત્રો કોમ્પ્યુટરાઈઝ લોક કરી દેવામાં આવ્યા છે.

અને હાલમાં સફાઈ કામદારની ગણત્રી પત્રકોની પ્રાથમિક ચકાસણી શરૂ છે. જેની સંખ્યા 1079 જેવી છે. સફાઈ કામદારની ગણતરી બાકી હોવાથી જેની ગણતરી પૂર્ણ કરી લોક કરવામાં આવ્યા તેને પણ ચુકવણું થતું નથી જેથી જેની ગણતરી પૂર્ણ થઇ ગઇ છે તેઓને એરિયર્સ ચુકવવા જાગૃત કર્મચારી મંડળ દ્વારા કમિશનર સમક્ષ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...