નિર્ણય:યુનિ.ના ટોપર છાત્રોની ઉત્તરવહી વેબસાઇટ પર જોવા મળશે

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેમે- 5 - 6માં ત્રણ વિષયમાં રિ-એસેસમેન્ટ કરાવી શકશે
  • 2022-23ના વર્ષથી પ્રવેશ માટે 10 વર્ષની પ્રવેશ મર્યાદા દુર કરવાનો નિર્ણય યુનિ.ની ઇ.સી. બેઠકમાં લેવાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ખાતે આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠ યોજાઇ હતી જેમાં ગત તા. 28 સપ્ટેમ્બરે મળેલી ઇ.સી.ની બેઠકમાં ચર્ચામાં બાકી રહેલા મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બી.એ., બી.કોમ., બી.એસસી.માં સેમેસ્ટર-6ના ટોપર વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની નકલ, માર્કસ તથા વિદ્યાર્થીઓની ઓળખ છતી ન થાય એ રીતે યુનિ.ની વેબસાઇટ પર મુકવાનુ઼ સર્વાનૂમતે ઠરાવાયું હતુ. આ ઉપરાંત પ્રવેશ માટે સ્નાતક અને અનુસ્નાતક તેમજ ડિપ્લોમા કક્ષાએ શૈક્ષણિક વર્ષ 2022-23થી 10 વર્ષની પ્રવેશ મર્યાદા દુર કરવાનું નક્કી કરાયું હતુ.

આજની બેઠકમાં સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 5 અને સેમેસ્ટર-6માં બેને બદલે ત્રણ વિષયમાં વિદ્યાર્થીઓ રિ-એસેસમેન્ટ કરાવી શકશે તોવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. સેમેસ્ટર 1થી 4માં તેમજ અનુ્સ્નાતક કક્ષાએ બે જ વિષયમાં રિએસેસમેન્ટ કરાવવાની બાબત યથાવત રાખવામાં આવશે તેવો નિર્ણય થયો હતો . જુદા જુદા કોર્ટ કેસની સમીક્ષા માટે કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં એક ઇ.સી. સભ્ય, એક સિનિયર પ્રોફેસર અને એક પેનલ એડવોકેટનો સમાવેશ કરવામાં આવશે. યુનિ. બીજી સાયકલમાં નેક એક્રેડિટેશન માટે સુધારો થાય એ માટે આગામી દિવસોમાં વર્કશોપ સેમિનાર કરવાનું નક્કી કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...