આયોજન:સોમવારથી ધો.3થી 8ની વાર્ષિક પરીક્ષાનો આરંભ થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 28 એપ્રિલ સુધી પરીક્ષા લેવાશે : ધો.3થી 5માં 2 કલાક અને ધો.6થી 8માં 3 કલાકના પ્રશ્નપત્રો હશે
  • ધો.3થી 8માં તમામ વિષયોનું મૂલ્યાંકન 180 માર્કમાંથી થશે

ભાવનગર જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આગામી તા.18 એપ્રિલને સોમવારથી વાર્ષિક પરીક્ષા(દ્વિતીય સત્રાંત પરીક્ષા)નો આરંભ થવાનો છે. તા.18 એપ્રિલથી તા.28 એપ્રિલ દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધો.3થી 5માં બે કલાક અને ધો.6થી 8માં 3 કલાકના પ્રશ્નપત્રો હશે. ધો.3થી 8માં તમામ વિષયોનું મૂલ્યાંકન 180 માર્કમાંથી થશે. આ પરીક્ષા માટ ધો.3થી 5ના વિદ્યાર્થીઓ માટે સમય સવારે 8થી 10 વાગ્યા દરમિયાન અને ગુણ 40 રહેશે જ્યારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે સમય સવારે 8થી 11 અને કુલ ગુણ 80 રહેશે.

આ પરીક્ષા તા.18 એપ્રિલને સોમવારથી શરૂ થવાની છે જેમાં સવારે 8થી 10 દરમિયાન ગણિત અને મંગળવારે સવારે 8થી 10 સુધી ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર લેવાશે. ધો.1 અને 2માં લેખિત પરીક્ષા લેવાતી નથી. ધો.3થી 8માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન, દ્વિતીય સત્રાંત કસોટી અને સ્વમૂલ્યાંકન કાર્ય આધારિત પરિણામ પત્ર તૈયાર કરવાનું છે. આ માટે હોમ લર્નિંગ અંતર્ગત શિક્ષક દ્વારા થયેલા અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દમિયાન યોજાયેલી સામાયિક કસોટીઓ વિગેરેનો આધાર લઇ શકાશે.

ધો.3થી 8માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન થશે. ધો.6થી 8માં 80 ગુણની કસોટી હોય તેને 2 વધે ભાગીને આવેલા ગુણને ધ્યાને લેવાના રહેશે. ધો.4માં હિન્દી અને અંગ્રેજી વિષયાં માત્ર બીજા સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગીતાના 20 ગુણ તેમજ બીજી કસોટીના 4 ગુણ મળીને કુલ 100 ગુણમાંથી ગુણાંકન કરવાનું રહેશે. ધો.3થી 8માં વ્યક્તિત્વ વિકાસ પત્રક બી માત્ર વર્ષાંતે એક જ વાર ભરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓની ભાગીદારીના આધારે ગુણાંકન કરવાનું રહેશે. જેમાં ચારેચાર મુખ્ય ક્ષેત્રને ધ્યાને લેવાના રહેશે.

ધો.8માં ગુણ અને ગ્રેડ બન્ને દર્શાવાશે
પરીક્ષા લેવાની છે તેમાં ધો.3થી 7ના પ્રગતિ પત્રકમાં માત્ર ગ્રેડ દર્શાવાનો રહેશે. ધો.8ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બન્ને દર્શાવવાના રહેશે. વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પત્રકમાં ધોરણ-વિષય શિક્ષકે શૈક્ષણિક બાબતો દર્શાવવી. આ ઉપરાંત વિદ્યાર્થીની હાજરી, શારીરિક વિકાસ તેમજ અન્ય બાબતો પણ દર્શાવવાની રહેશે.

ક્યા ધોરણમાં કેટલા ગુણભાર રહેશે ?
પ્રાથમિક શાળાઓમાં લેવાનારી આ કસોટીમાં ધો.3 થી 5માં કુલ ગુણની સંખ્યા અલગ અલગ રહેશે. જેમાં ધો.3માં એકંદરે કુલ ગુણ 680, ધો.4માં 880 ગુણ, ધો.5માં કુલ 1000 ગુણ તેમજ ધો.6થી ધો.8 એટલે કે ઉચ્ચત્તર પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે એકંદરે વિદ્યાર્થીઓ માટે કુલ 1520 ગુણ ધ્યાને લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...