તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:એમ્બ્યુલન્સનો દર 2500થી ઘટીને રૂા.500 થી 700 થયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટાભાગના સંચાલકોએ ભાવ ઘટાડ્યા
 • સિક્યોરીટી આ ભાવવધારા રેકેટમાં સામેલ નથી

ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા માનવતાને નેવે મુકી ચલાવાતી બેફામ લૂંટ અંગે સૌરાષ્ટ્ર સમાચારના અહેવાલના પગલે તંત્રએ પણ આ અંગે લાલ આંખ કરતા આજે સર ટી. થી કુંભારવાડા સ્મશાન સુધી મૃતદેહ લઈ જવાન માટે લેવાતા 2500 રૂા.માં ભાવ ઘટાડો કરી 500થી 700 રૂા. થઈ ગયા છે.

હોસ્પિટલ ખાતે તપાસ કરતા ભાવનગર શહેરમાં ચાલતી ખાનગી એમ્બ્યુલન્સના મોટાભાગના સંચાલકોએ ભાવ 500 થી 700 રૂા. કરી નાખ્યો છે. જ્યારે શહેરની બહાર જિલ્લામાં જતી એમ્બ્યુલન્સના કિ.મી. દીઠ રૂા.25 અને જિલ્લા બહાર જતી એમ્બ્યુલન્સના કિ.મી. દીઠ રૂા.30નો ભાવ થયો હોવાનું જાણવા મળેલ છે.

દરમિયાનમાં સિક્યોરિટીમાં ફરજ બજાવતા રફીકભાઈ પોતાની ફરજ ઉપરાંત માનવ સેવાનું કાર્ય કરી રહ્યા હોવાનું અને એમ્બ્યુલન્સના લૂંટ રેકેટમાં ક્યાંય સામેલ નહીં હોવાનું જણાવાયું છે. જ્યારે આજે મોહનભાઈ શામજીભાઈ નાકરાણીના સ્મરણાર્થે ભરતભાઈ દ્વારા ભાવનગર શહેર-જિલ્લા માટે એક એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો