લોકડાઉન 4.0 / મલ્ટી પાર્કિંગની કોર્પોરેશનની સભામાં એજન્સી નક્કી થશે, બે મહિના બાદ મળશે સાધારણ સભા

The agency will be decided at a meeting of the multi-parking corporation, with a general meeting two months later
X
The agency will be decided at a meeting of the multi-parking corporation, with a general meeting two months later

  • નગરસેવિકા કાંતાબેનનું અવસાન થતાં ખાલી પડેલી બે કમિટિની જગ્યામાં નિમણૂક કરાશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભાવનગર. ગંગાજળીયા તળાવ ખાતે આવેલા મલ્ટી લેવલ પે એન્ડ પાર્કનો છેલ્લા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે 30મી મે ને શનિવારના રોજ મળનારી સાધારણ સભામાં એજન્સી નક્કી કરવામાં આવશે.
લોકડાઉનને કારણે ગત એપ્રિલ મહિનામાં કોર્પોરેશનની સાધારણ સભા મળી ન હતી. જે હવે સરકારની ગાઈડલાઈન મુજબ આગામી 30મી મે ને શનિવારના રોજ મળશે. જેમાં મલ્ટીલેવલ પાર્કિંગ માટે એજન્સી નક્કી કરવા સાથે ભરતનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નો પ્લોટ ગાર્ડન હેતુ વિકસાવવા કબજો સંભાળવા, નગરસેવિકા કાંતાબેન બોરીચાનું અવસાન થતાં વોટર વર્કસ કમીટી અને સ્ટ્રીટ લાઈટ કમિટીમાં સભ્ય હોવાથી બંને કમિટીમાં ખાલી પડેલી જગ્યા પર નવા સભ્યની નિમણૂક કરવા, કોર્પોરેશનની શાળાના મેદાનમાં કામ ચલાવ માટે નહીં આપવા સહિતનાં કાર્યો નિર્ણય કરવા ઉપરાંત માસિક હપ્તા પદ્ધતિ યોજના બંધ કરવા, રિબેટ યોજનાની મુદત વધારવા, કરાર આધારિત આરોગ્યના સ્ટાફની નિમણૂક કરવા, કોરોના વાયરસની કામગીરી કરનાર 1929 કર્મચારીઓને એક એક હજાર રૂપિયા પ્રોત્સાહન રૂપે આપવા સહિતના કાર્યોને મંજૂરીની અપેક્ષાએ આપેલી મંજૂરી ને બહાલી આપવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી