તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઓડિટોરિયમની એજન્સીને GSTમાં મળેલી રાહત કોર્પોરેશનને ચૂકવવી પડશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટમાં એજન્સીની બેદરકારી માફ
  • સ્ટેન્ડીંગને સત્તા નહીં હોવા છતાં ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની દરખાસ્તનો દડો અંતે મ્યુ.ની કમિશનરના પટમાં

સરદાર નગર ઓડિટોરિયમ, સ્વીમીંગપુલના બાંધકામની એજન્સી રીધમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ને ચૂકવવાનો સર્વિસ ટેક્સ કોર્પોરેશનના અધિકારીઓની ભૂલને કારણે પેનલ્ટી અને વ્યાજ સાથે રૂ.1,64,98,000 કમિશનરે ચુકવેલી રકમને ગત ટર્મની અંતિમ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં બંધબારણે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સરકારની સેટલમેન્ટ સ્કીમમાં પણ અેપ્લાય થયા હોવાથી જીએસટી દ્વારા રૂ.38 લાખનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

કોર્પોરેશનને ચૂકવવામાં પણ એજન્સીએ તાતા થૈયા કરી 11 હપ્તે ચુકવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ એજન્સી દ્વારા રોકાયેલ કન્સલ્ટન્ટની ફી રૂ. 7.22 લાખ સરકાર દ્વારા મળેલી રાહત માંથી કાપવામાં આવી હતી. પરંતુ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કન્સલ્ટન્ટ ફી એજન્સી અને કોર્પોરેશને 50 - 50 ટકા ભોગવવા તેમજ બાકીની તમામ રકમ એકસાથે કોર્પોરેશનને ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

તદુપરાંત ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા કમિશનરને તપાસ કરી કાયદેસર પગલા ભરવા અને એનર્જી પ્રોજેક્ટમાં એજન્સી દ્વારા હવામાન આવેલી ગંભીર બેદરકારીને નજર અંદાજ કરી તેની સામે શિક્ષાત્મક પગલાં નહીં લઈ સમય મર્યાદા વધારી આપવામાં આવી હતી. તેમજ આર.ટી.સી.આર. ના ભાવમાં ત્રણ ગણો તફાવત, ભરતી બઢતીના નિયમોમાં સુધારા, જુદા જુદા સાત વિકાસ કાર્યોના ટેન્ડર સહિતના કાર્યોને બહાલી આપવામાં આવી હતી.

જુની કર પધ્ધતિમાં વ્યાજ માફી સ્કીમ 31મી માર્ચ સુધી લંબાવી
ઘરવેરાની જૂની પદ્ધતિનું કોકડું વર્ષોથી ગૂંચવાયેલું છે. તેની રિકવરી આવતી નથી. દર વર્ષની જેમ ગત એપ્રિલ મહિનાથી એક સાથે ચાર વર્ષનો વેરો ભર્યો તો પાછલી તમામ રકમ માંડવાળ અને વ્યાજ માફીની સ્કીમ અમલી બની છે પરંતુ તેનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આગામી 31મી માર્ચ 2022 સુધી સ્કીમ લંબાવી છે. તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ સમયે આંગણવાડીની દીવાલોમાં કરેલા પેઇન્ટિંગના રૂ.12 લાખ ચૂકવવા નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...