વેધર:શહેરમાં બપોરે તાપમાનનો પારો બે ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પવનની ગતિ ઘટીને 20 કિલોમીટર નોંધાઇ
  • મહત્તમ તાપમાન વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ, હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 64 ટકા

ભાવનગર શહેરમાં આજે બપોરે સૂર્યપ્રકાશ ખિલતા મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો નોંધાયો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 64 ટકા થઇ ગયું હતુ. આમ શ્રાવણમાં પણ અષાઢની જેમ હજી મેઘરાજા રિઝ્યા નથી.

ભાવનગર શહે઼રમાં ગઇ કાલે વાદળો છવાતા મહત્તમ તાપમાન ઘટીને 32.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે 2 ડિગ્રી વધીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.8 ડિગ્રી હતુ તે આજે નજીવુ વધીને 26 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે વધીને 71 ટકા થઇ ગયુ હતુ તે આજે ઘટીને 64 ટકા થઇ ગયુ હતુ. ગઇ કાલે 22 કિલોમીટર હતી તે આજે ઘટીને 20 કિલોમીટર થઇ ગઇ હતી.