તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર:ભાવનગરમાં બપોરે તાપમાનમાં દોઢ ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • શહેરમાં મહત્તમ તાપમાન વધીને 37.6 ડિગ્રી થયુ
  • શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 28.4 ડિગ્રીને આંબ્યુ

ભાવનગર જિલ્લામાં હવે ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજ તાપમાનમાં નોંધપાત્ર વધઘટ થઇ રહી છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 37.6 ડિગ્રી થતા ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 58 ટકા થઇ ગયું હતુ. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 36.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે દોઢ ડિગ્રી વધીને 38.6 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી ગયું હતુ.

જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 27.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે 24 કલાકમાં વધીને 28.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 61 ટકા હતુ તે આજે ઘટીને 58 ટકા થઇ ગયું હતુ. જ્યારે પવનની ઝડપ આજે ગઇ કાલની જેમ 30 કિલોમીટર નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...