વેધર:પવનની ઝડપ ઘટતા બપોરે તાપમાન 2.4 ડિગ્રી ઘટી ગયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાત્રે ઉષ્ણતામાન એક ડિગ્રી વધ્યું
  • શહેરમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું, પવનની ઝડપ 18 કિલોમીટર નોંધાઇ

ભાવનગર શહેરમાં અરબ સાગરના વહેતા થયેલા ગરમ પવનની ઝડપ આજે ઘટી જતા બપોરના સમયે આજે મહત્તમ તાપમાનમાં 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો હતો. ગરમ પવનની ઝડપ ઘટીને 18 કિલોમીટર થઇ ગઇ હતી. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 37 ટકા થઇ ગયું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલે આ ઉનાળાની સિઝનનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયા બાદ આજે ગરમ પવનની ઝડપ ઘટી જતા એક દિવસમાં તાપમાનમાં 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે ગઇ કાલે પવનની ઝડપ 24 કિલોમીટર હતી તે આજે ઘટીને 18 કિલોમીટર થઇ ગઇ હતી.

તો ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 47 ટક હતુ તે આજે 10 ટકા ઘટીને 37ટકા થઇ ગયું હતુ. શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 22.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 23.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આમ, ભાવનગર શહેરમાં આમ તાપમાનની સાથે લૂની ઝડપ તેમજ હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટતા બપોરના સમયે બફારો ગઇ કાલની તુલનામાં ઘટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...