વાતાવરણ:માવઠાની અસરથી બપોરનું તાપમાન સાત ડિગ્રી ઘટી ગયું, હવામાં ભેજનું પ્રમાણ વધીને 93 ટકા થયું

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 23 ડિગ્રી થતા બપોરે ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ

ભાવનગર શહેરમાં બે દિવસથી સતત વાદળો છવાયેલા રહેતા અને સવા ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી જતાં આજે બપોરે શહેરના મહત્તમ તાપમાનમાં એકાએક સાત ડિગ્રી સેન્ટીગ્રેડનો જબ્બર ઘટાડો નોંધાતા અને સાથે સૂર્યપ્રકાશ ન ખિલતા નગરજનોને બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ આજે શહેરમાં સર્જાઇ હતી. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ઘટીને આજે 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરના બપોર અને રાતના તાપમાન વચ્ચે માત્ર 3 ડિગ્રીનો જ તફાવત રહ્યો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ પણ બાદમાં ગુરૂવાર રાતથી વરસાદ વરસવો શરૂ થતાં સતત વાદળો છવાયેલા રહ્યાં છે. આથી આજે શહેરનું મહત્તમ તાપમાન માત્ર 24 કલાકમાં 7.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. બપોરે પણ જાણે રાત જેવી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

બપોર તાપમાનમાં ઘટાડો

તારીખતાપમાન
11 ડિસેમ્બર23.0 ડિગ્રી
10 ડિસેમ્બર30.1 ડિગ્રી
09 ડિસેમ્બર31.4 ડિગ્રી
08 ડિસેમ્બર32.1 ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...