ગેરરીતિ:ભાવનગરમાં થયેલા દરોડાના આફ્ટર શોક સમગ્ર રાજ્યમાં હજુ અનુભવાય છે

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરોડા ગમે ત્યાં પડે, તપાસની કડી ભાવનગર ભણી જ આવે છે
  • જુલાઇ-સપ્ટે. દરમિયાન ભાવનગરમાંથી 3000 કરોડની ગેરરીતિ પકડાઇ હતી

ભાવનગરમાં ગત જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન જીએસટીની ગેરરીતિ અંગે પાડવામાં આવેલા દરોડાના આફ્ટર શોક હજુ આખા રાજ્યમાં અનુભવાઇ રહ્યા છે. રાજકોટમાં ઉત્કર્ષ ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં 32 કરોડની ખોટી વેરાશાખ, બોગસ બિલિંગ હોવાનું સ્ટેટ જીએસટીના સર્ચ ઓપરેશનમાં ખુલ્યુ હતુ. આ કૌભાંડના તાર ભાવનગર સાથે જ જોડાયેલા છે. ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં પણ જીએસટીના બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે, તેની તપાસની કડી ભાવનગર ભણી જ આવે છે.

જુલાઇ-2021થી ખોટી વેરાશાખ, બોગસ બિલિંગના મામલે પડકાયેલા અફઝલ સવજાણી, મીનાબેન રાઠોડ, જાહિદ કાબરીયા, નટવરગીરી ગૌસ્વામી, એઝાઝ શેખ, વિક્રમભાઇ બારૈયા, મોહંમદ મેઘાણી, રોહિત ડાભી, શબાના કલીવાલા, કીર્તિભાઇ સુતરીયા, અસલમ કલીવાલાને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલા થોકબંધ વાંધાજનક સાહિત્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

રવિવારે રાજકોટમાંથી ઉત્કર્ષ વ્યાવસાયિક જૂથ પર સ્ટેટ જીએસટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 32 કરોડની ગેરરીતિઓ અત્યારસુધીમાં સપાટી પર આવી છે અને તમામ કનેકશન ભાવનગરના કાૈભાંડી ભેજાબાજો સાથે પ્રાથમિક તપાસમાં મળી આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગ ક્ષેત્રે ભાવનગરનું નામ ખરાબ રીતે અંકિત થયેલુ છે, અને 53 માસથી અમલમાં આવેલા જીએસટી કાયદાના છીંડા શોધી કરવામાં આવી રહેલી ગેરરીતિઓ અટકાવવામાં નિષ્ફળ રહેલા સ્ટેટ જીએસટી અને સીજીએસટીના સ્થાનિક કચેરીના તમામ કર્મચારીઓ, અધિકારીઓને બદલી કરવામાં આવી હતી તથા બે ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં અાવ્યા હતા.

ભાવનગરમાં ગત જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન વ્યાપકપણે બોગસ બીલિંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને સર્ચ દરમિયાન જે જે સાહિત્ય, દસ્તાવેજો, પેનડ્રાઇવ, મોબાઇલ, મેમરીકાર્ડ, કોમ્પ્યુટર મળી આવ્યા છે તેનું ક્રોસ ચેક કરવામાં આવી રહ્યું છે, તેના આધારે સ્ટેટ જીએસટી તંત્રના ધ્યાને ગેરરીતિઓ સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...