નાસતો ફરતો આરોપી ઝડપાયો:ભાવનગરમાં ચોરીના ગુનામાં જામીન મુક્ત થઈ ફરાર થયેલા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી જામીન પર મુક્ત થયા બાદ પેરોલ પૂરાં થયે ફરી જેલમાં હાજર થવાના બદલે નાસતો ફરતો હતો

ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલા દિનદયાળ નગરમાં રહેતો અને હાલ ભાવનગના ભરતનગર રહેવા આવેલો કુખ્યાત ચોરને એલસીબી તથા પેરોલફર્લો સ્કવોડે ભરતનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ ચોર જામીન પર મુક્ત થયા બાદ નાસતો ફરતો હતો.

આ સમગ્ર બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલા દિનદયાળ નગરનો વતની અને થોડા સમયથી શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતો રાજુ જીણા ગોહિલ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં આઈપી કલમ 454, 457, 380 તથા 114 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી રાજુટોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો.

આ દરમિયાન આ ચોર જામીન પર મુક્ત થયો હતો અને પેરોલ પૂરાં થયે ફરી જેલમાં હાજર થવાના બદલે નાસતો ફરતો હતો. ત્યારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલફર્લો સ્કવોડને મળેલી ચોક્કસ બાતમી આધારે રાજુટોપીને ભરતનગર તેના ઘરેથી ઝડપી ભરતનગર પોલીસને હવાલે કર્યો હતો અને તળાજા પોલીસને જાણ કરતાં આ ચોરનો કબ્જો લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...