મહુવા હત્યા કેસ:આરોપીઓએ મહુવાના દરિયે હવામાં ફાયરિંગની પ્રેક્ટિસ કરેલી

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મહુવામાં વેપારીની હત્યાનો પ્લાન 6 મહિનાથી ઘડાતો હતો
  • આરોપી રામ તેની દુકાનમાં કામ કરતા હનિફની મદદથી ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા પિસ્ટલ લાવ્યો હતો

મહુવામાં થયેલી કાપડના વેપારીની હત્યાનો પ્લાન છેલ્લા છ મહિના દ્વારા ઘડાતો હોવાની અને હત્યા માટે વપરાયેલી પિસ્ટલ ઉત્તરપ્રદેશથી લાવવામાં આવી હોવાનો ખુલાસો આરોપીઓએ પોલીસ સમક્ષ કર્યો છે અને મહુવાના દરિયા કિનારે તેમણે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હોવાનું સામે આવ્યું છે.

મહુવાના ભાસ્કરરાવ ભવનમાં આવેલી કાપડની દુકાનના માલિક જગદીશ ભગવાનદાસ લાલવાણી (ઉ.વ.44)ની ગત તા. 2/5ના રાત્રીના હત્યા કરનારા તેના મામાના દિકરા રામ મોહનભાઈ બુધવાણી (રહે. ગોકુળનગર, મહુવા) અને તેની દુકાનમાં કામ કરતા હનિફ ઉર્ફે સલમાન મહમદભાઈ મોગર (રહે. ખાંટકીવાડ, મહુવા)ને પોલીસે ઝડપી લીધાં છે. આરોપીએ પુછપરછમાં રામ અને જગદીશ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે આ હત્યા કરી હતી. હત્યામાં વપરાયેલી પિસ્ટલ આરોપી રામ તેની દુકાનમાં કામ કરતા હનિફની મદદથી ઉત્તર પ્રદેશથી 10 દિવસ પહેલા લાવ્યો હતો.

હનિફની માથે દેવું થયેલું હતું તેથી રામે હનિફને આ કામમાં મદદ કરવા બદલ પૈસાની લાલચ આપી સાથે લીધો હતો. ઉત્તરપ્રદેશથી પિસ્ટલ લાવ્યા બાદ તેમણે મહુવાના દરિયા કિનારે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. દરિયા કિનારે હવામાં ફાયરિંગની પ્રેક્ટિસ કર્યાં બાદ તેમણે હત્યાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસને મહુવાના દરિયા કિનારે ફાયરિગના કોઈ ચોક્કસ પુરવા મળ્યા નથી.

આમ, દુકાનમાં સાથે કામ કરતા માણસ હનિફની મદદથી ઉત્તરપ્રદેશથી પિસ્ટલ લાવી આ હત્યાને અંજામ આપ્યો હતો અને હત્યા કર્યા બાદ તેની દુકાનમાં કામ કરતા અન્ય એક માણસ ધીરૂ ઉર્ફે ધિરેન નટુપરી ગોસાઇ (રહે.ચારદીકા તા.મહુવા)ને પૈસાની લાલચ આપી બંદુક સાચવવા આપી હતી.મહુવામાં કાપડના વ્યાપારીની હત્યાનો પ્લાન છેલ્લા છ માસથી ઘડાતો હતો અને તે માટે આરોપીઓ મહુવાના દરિયાકાંઠે ફાયરિંગની પ્રેકટીસ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...