ધરપકડ:રાજુલાના જૂની માંડરડી ગામે થયેલી સગીરાની હત્યાનો આરોપી ઝડપાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિકરીની સામે જોવાની ના પાડતા દાઝ રાખી હત્યા કરાયાની સગીરાના પિતાની ફરિયાદ

રાજુલાના જૂની માંડરડી ખાતે સગીરાની હત્યા કરાઇ હતી. જેની લાશ નદીમાંથી મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. રાજુલાના જૂની માંડરડી ખાતે ધાતરવડી નદીના પટમાં એક સગીરાની લાશ મળી હતી જેની જાણ થતા આજુબાજુના ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો નદીના પટ્ટ માંથી લાશ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન વાલજીભાઈ પુનાભાઈ બાબરીયા દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાની દીકરી રસીલા સામે યશ નાગજીભાઈ બાબરીયા સામે જોતો હોય તેનો ઠપકો આપેલ બાદમાં આજે યશ દ્વારા આ દીકરીને ઘાતરવડી નદીમાં પટ્ટમાં બોલાવી બોથડ પદાર્થના ઘા જીકી હત્યા કરી હતી. પોલીસે યશ બાબરીયાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...