ધરપકડ:નોંઘણવદર ગામે મહિલાની હત્યાનો આરોપી ઝડપાયો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃત્યુના 48 કલાક બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો, આરોપીને આજે કોર્ટમાં રજુ કરશે

પાલિતાણાના નોંઘણવદર વૃદ્ધ મહિલાની જુના કેસની દાઝે માર મારી હત્યા નિપજાવનારા આરોપીને પોલીસે ઝડપી લેતા મૃતક મહિલાના પરિવારજનોએ આશરે આશરે મૃત્યુંના 48 કલાક બાદ મૃતદેહ સ્વિકાર્યો હતો. ગત રવિવારે બપોરના આશરે 3 કલાકે પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે રહેતા મંજુબેન ઘૂઘાભાઇ ગોહિલ (ઉ.વ.70)ની જુના પોલીસ કેસની દાઝે માર મારી હત્યા નિપજાવવાના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ્યાં સુધી આરોપી ઝડપાય નહી ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો મહિલાના પરિવારજનોએ ઈનકાર કર્યો હતો.

બનાવી ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે આરોપીને ઝડપવા તપાસના ચક્રોગતિમાન કર્યાં હતા અને આરોપી કુલદીપને મોડી રાત્રે હસ્તગત કરી કોરોના રિપોર્ટ કરાવી ધોરણસરની અટક કરી હતી. કેસની આગળની તપાસ માટે પોલીસ આરોપીને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરશે. જ્યારે બીજી તરફ આરોપી ઝડપાય જતાં મૃતક મહિલાના પરિવારજનોએ આશરે 48 કલાક બાદ મૃતદેહ સ્વિકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...