બંદીવાન કેદીઓનું સન્માન:ભાવનગર જિલ્લા જેલમાં સરદાર યુવા મંડળ દ્વારા સરદાર પટેલની પ્રથમ જેલયાત્રાની 93મી ઉજવણી કરાઈ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લા જેલ ખાતે સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા સરદાર પટેલની પ્રથમ જેલ યાત્રાના 93મી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિસ્તબધ્ધ 10 બંદીવાન ભાઈઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જેલમાં 6 બહેનો બંદીવાન છે તે બહેનોનું રૂમાલ અને પેનથી સન્માનિત કર્યા હતા.

અમદાવાદ ખાતેની સાબરમતી જેલમાં મોકલ્યા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ મીઠાના કર વિરોધ દાંડી કૂચ યાત્રાનું આયોજન કર્યું હતું આથી દાંડી કૂચ યાત્રાના રૂટની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી હતી આથી તા.7-3-1930 ના રોજ રાસ ગામે સભા ભરી હતી આથી અંગ્રેજ સરકારના અમલદારોએ સરદાર પટેલની ધરપકડ કરી અને અમદાવાદ ખાતેની સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા, સરદાર પટેલનો કેદી નંબર 15730 આપ્યો હતો ખુબ કડક રીતે જેલમાં રાખ્યા હતા, આથી આજરોજ 7 માર્ચને મંગળવારના રોજ સરદાર પટેલની પ્રથમ જેલ યાત્રાના 93મી વર્ષની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

આઝાદીની લડતના પ્રસંગોથી માહિતીગાર કરાયા
સરદાર પટેલની જેલ યાત્રા અને આઝાદીની લડતના પ્રસંગો વિશે મંડળના પ્રમુખ ભરત મોણપરાએ પ્રવચન આપ્યું હતું. તેમજ ઉપસ્થિત મહેમાનોનું રૂમાલ અને પેનથી સ્વાગત કર્યું હતું, આમ સરદાર પટેલની પ્રથમ જેલની 93મી ઉજવણી કાર્યક્રમ સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સરદાર પટેલ સ્કૂલના વાઇસ ચેરમેન રમેશભાઇ મેંદપરા, પુનીતભાઈ ભટ્ટ પ્રાચી ફાર્મા., પરાગભાઈ દોશી, રાજભાઈ કુકડીયા, સંજય માણીયા, જીલ્લા જેલ જેલર મલેક, ઇન્ચાર્જ જેલર સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મંડળ ના સભ્યો અને ભાવનગર જિલ્લા જેલના સ્ટાફ ભાઈને જહેમત ઉઠાવી હતી,

અન્ય સમાચારો પણ છે...