તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:8 વર્ષના પુત્રને 72 વર્ષના વૃદ્ધ સુધીના કુટુંબે કોરોનાને હરાવ્યો

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ૩૦ ટકા જ કામ કરતા હૃદય સાથે 72 વર્ષીય વૃદ્ધ સહિત સમગ્ર પરિવારે એકબીજાને હિંમત આપી
  • ત્રણ પેઢીએ એક સાથે કોરોનાને પરાજિત કર્યો

મારા પાંચ સભ્યોના પરિવારમાં ઉંમરમાં સૌથી નાનો મારો દીકરો આર્ષ કે જે 8 વર્ષનો છે અને સૌથી મોટા મારા પિતા ધનજીભાઈ કે જેઓની ઉંમર 72 વર્ષ છે. તે સમયે તેના હૃદયમાં નાનું છિદ્ર હતું . તે છિદ્ર અમુક વર્ષો પછી પુરાય ગયું. અને ઘરમાં સૌથી મોટી ઉંમરના મારા પિતાને શરીરમાં અનેક રોગ જેવા કે કિડનીમાં પથરી, પ્રોસ્ટેટ, સારણગાંઠ, કોલેસ્ટેરોલ અને સૌથી ગંભીર વાત એ કે તેમનું હૃદય માત્ર 30 % જ કાર્ય કરે છે અને એ પણ છેલ્લા 8 વર્ષથી અને હાલમાં કોઈપણ પ્રકારની દવા વગર. અમુક ડોક્ટરો આ ચમત્કાર જ સમજે છે અને ભગવાનમાં અપાર વિશ્વાસનું પરિણામ સમજે છે. આ શબ્દો છે ભાવનગરમાં દવાના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી અને ભાવનગર જિલ્લા કેમિસ્ટ એસોસિએશનમાં ખજાનચી તરીકે કાર્ય કરતા ફાર્માસિસ્ટ જતીન ઘેલાણીના.

ગત 22 એપ્રિલથી પાંચ દિવસમાં અમે ઘરનાં પાંચેય સભ્યો કોરોનાના સંક્રમણમાં આવી ગયા. મારા પિતાનાં શરીરમાં અનેક રોગ હોય મને મનમાં થોડું ટેંશન હતું પરંતુ પરિવારના દરેક સભ્યોનાં બધા જ રિપોર્ટ સામાન્ય આવી ગયા અને હવે ડોક્ટરની સૂચના અનુસાર અમુક દિવસો ઘરમાં કવોરંટાઇન છીએ. સૌ પ્રથમ તો જો આપણે કોઈ અજાણ્યા વ્યક્તિના સંપર્ક માં આવ્યા હોઈએ તો આપણે આપણી પોતાની અને અન્યોની સાવચેતી માટે રેપીડ ટેસ્ટ કરવા જોઈએ.અથવા સલામતિ માટે ઘરમાં આઈસોલેશન માં રહેવું જોઈએ. સારી ગુણવત્તાનું માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ખૂબ જરૂરી છે.

આ બાબતો દરેક માટે ઉપયોગી થઈ શકે

  • ડોક્ટરની સારવારમાં સંપૂર્ણ વિશ્વાસ રાખો.
  • પોતાના ઇષ્ટદેવમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો.
  • નિયમિત સવાર સાંજ પોતાની તબિયત પ્રમાણે યોગ અને પ્રાણાયામ કરો.​​​​​​​
  • આપના મનમાં સંપૂર્ણ પોઝિટિવ કહેતા કે સકારાત્મક વિચારો લાવો.પોતાનો વિલપાવર વિકાસવો.
  • શક્ય હોય તો હાલમાં અમુક ડોક્ટરોના સંશોધન પ્રમાણે મીથીલિન બ્લુ પણ લઈ શકાય.​​​​​​​
  • અનુકૂળતા હોય તો ખુલ્લા વાતાવરણમાં રહો, સવારનો કોમળ તડકો પણ સારો.​​​​​​​
  • સમયાંતરે દરેક વ્યક્તિનું ઓક્સીજન લેવલ ચેક કરો અને તેની નોંધ રાખો.​​​​​​​
  • દિવસમાં 3 થી 4 વાર ઘરનાં બધાજ સભ્યો વરાળનો નાસ લો,એ ખૂબ જ ફાયદાકારક છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો