ઉદ્ઘાટન:સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા કરાયેલા 8 દિવસીય શિબિરના આયોજનનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 નવેમ્બરથી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય 30મી શિબિરનું આયોજન કરવામાં આવ્યું

સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા પ્રતિવર્ષ શિબિરનું આયોજન કરવામાં આવે છે તે પરંપરા મુજબ આ વર્ષે પણ તા.2 નવેમ્બરથી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય 30મી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે કરવામાં આવ્યું છે.

36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરવામાં આવશે. તેમજ 21 ફૂટ ઉંચી નીલકંઠ વર્ણિરાજની મૂર્તિનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે કુંડળધામ ખાતે અવનવા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું યોજાયા હતા, દેશ-વિદેશના હજારો ભક્તો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે, વિવિધ કાર્યક્રમોની સાથોસાથ ભારતના સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર દીલેર મહેંદી આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે સંગીતના સૂરો રેલાવ્યો હતો. આ આધ્યાત્મિક એવં સામાજીક આયોજનોમાં ધર્મપ્રિય જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...