વડીલ વંદના:ભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં 30મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમારોહમાં ઉપસ્થિત 150 જેટલા વડીલોની વય વંદના કરાઇ

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં વડીલો માટેનો વંદના કાર્યક્રમો યોજાયા ગયો હતો. ગુજરાતના જાણીતા તબીબ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સેવા કાર્યને રાષ્ટ્રીય ફલક ઉપર મુકવા પ્રયત્નશીલ ડૉ.ભરતભાઈ ભગતની અધ્યક્ષતામાં શિશુવિહાર પ્રાંગણમાં 30મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં વડીલો માટેનો વંદના કાર્યક્રમો યોજાયા ગયો હતો, જેમાં ન્યાલચંદભાઈ વકિલ પરિવારના સૌજન્યથી 70 વર્ષથી વધુ વય વૃદ્ધજન સન્માન સમારોહમાં ઉપસ્થિત 150 જેટલા વડીલોની વય વંદના યોજવામાં આવી હતી.

આ પ્રસંગે શિક્ષણવિદ ડો.ચંદ્રકાંત ભોગાયતા તથા ડો.નીલાબેન ઓઝા નુ અભિવાદન કરવામાં આવ્યું સાથોસાથ ગણેશ ક્રીડા મંડળ થી યુવાનોના સ્વાસ્થ્યની કાળજી લેતા નટુભા ચુડાસમા અને ભગિની સેવા મંડળથી બહેનો અને બાળકોના આરોગ્યની કાળજી લેતા કુસુમબેન ગાંધીનું વિશેષ અભિવાદન મંચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે થયું હતું.

શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ નૂતનવર્ષ સમારોહ પ્રસંગે વડીલોને ડોક્ટર ભગત દ્વારા શરીરે સ્વસ્થ અને મનથી આનંદદાયી રહેવાની શીખ આપવામાં આવી હતી. લાડુના ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો સાધન સુવિધાથી સજ્જ બને તેવા હેતુને લક્ષમાં રાખી આ પ્રસંગે તમામ વડીલો ને વોકિંગ સ્ટીક, વોટર બેગ, રૂમાલ, સાહિત્ય, મીઠાઈ ઇત્યાદિ ભેટ પણ આપવામાં આવી હતી. સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે દ્વારા આશીર્વચન સાથે કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક પ્રવીણભાઈ ઠક્કર તેમજ સંસ્થાના કાર્યકરોએ યોજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...