પાટોત્સવની ઉજવણી:ભાવનગરના આનંદનગર ખાતે આવેલી ગોવર્ધનનાથની હવેલીમાં 25મા પાટોત્સવની ઉજવણી કરાઈ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીજીબાવાને છાકમનોરથ અંગીકાર કરવામાં આવ્યો

ભાવનગરની ગોવર્ધનનાથની હવેલી આનંદ નગર ખાતે 25મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે આજરોજ શ્રીજીબાવાને છાકમનોરથ અંગીકાર કરવામાં આવ્યો હતો. આ છાકમનોરથનો સમાજે દર્શન લાભ લીધો હતો.

શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી ગોવર્ધનનાથજી હવેલી ખાતે આજરોજ ગુરૂવારના રોજ 25મો પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીજીબાવાને છાકમનોરથ અંગીકાર કરવામાં આવ્યો હતો. આ છાકમનોરથ નો બહોળી સંખ્યામાં સમાજે દર્શનનો આનંદ પૂર્વક લાભ લીધો હતો. સાથે હવેલીમાં 25 વર્ષથી અવિરત સેવા આપનારોનું તમામ શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ સેવા આપનાર અને ટ્રસ્ટીઓ અને વૈષ્ણવોએ આભાર માન્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટીઓ તથા વિશાળ સંખ્યામાં વિષ્ણુ સમાજ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...