આયોજન:‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ 24મીએ એક્ષ્પોર્ટર્સ કોન્કલેવ યોજાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલા તે પહેલાનાં ધોરણે રજીસ્ટ્રેશન કરાશે
  • સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજન

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સરકારશ્રી દ્વારા તમામ જિલ્લાઓને એક્ષ્પોર્ટ હબ બનાવવાનું આયોજન છે તેના ભાગરૂપે ભાવનગર જિલ્લો પણ એક્ષ્પોર્ટ માટેનું હબ બને તેવા હેતુથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે તા.24 સપ્ટેમ્બરને શુક્રવારે સવારે 10 કલાકથી 12.30 સુધી વાણિજ્ય ઉત્સવ અને એક્ષ્પોર્ટર્સ કોન્કલેવનું આયોજન સૌરાષ્ટ્ર ચેમ્બર હોલ (315, સાગર કોમ્પ્લેક્ષ, જશોનાથ સર્કલ, ભાવનગર) ખાતે કરવામાં આવેલ છે.

આ કોન્કલેવમાં એક્ષ્પોર્ટ પ્રોસીજર, એક્ષ્પોર્ટ વધારવા માટેના શું પ્રયત્નો કરવા તથા નવી ઔદ્યોગિક નીતિ વિષે જાણકારી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાનાં ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન નિશુલ્ક અને ફરજીયાત છે જે માટેની છેલ્લી તા.22 સપ્ટેમ્બર છે. રજીસ્ટ્રેશન માટે સૌરાષ્ટ્ર ચેમ્બરનાં ફોન નં. 0278-2424279, 0278-2430040અને મોબાઇલ નં.9408807980 પર ઓફીસ સમય 11 થી 5 દરમિયાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...