કિસ્સા ખુરશી કા:ખુરશી માટે જંગમાં 1995માં 99 ઉમેદવારોનો વિક્રમ અકબંધ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1995માં યોજાયેલી ચૂંટણીમાં ભાવનગરમાં ભાજપને સૌ પ્રથમ વખત 4 બેઠક મળેલી
  • 1995માં પાલિતાણાની બેઠક પર 28 અને તળાજામાં 23 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા, આ વખતે સર્વાધિક 15 ઉમેદવારો ભાવનગર પશ્ચિમમાં

ભાવનગર જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે મતદાન છે ત્યારે જિલ્લાની 7 બેઠક પર આજે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો આખરી દિવસ હતો ત્યારે મોડી સાંજે સ્પષ્ટ થયેલા ચિત્ર મુજબ જિલ્લાની 7 બેઠક પર કુલ 66 ઉમેદવારો ચુંટણી જંગમાં છે.

ગત 2017ની ચૂંટણીમાં 7 બેઠક માટે 71 ઉમેદવારો હતા. તો 2012માં 72 ઉમેદવાર હતા. જો કે ઇ.સ.1995માં ભાવનગરની સાત (બોટાદ અને ગઢડાની બેઠકો બાદ કરીએ તો પણ) બેઠક પર 99 ઉમેદવાર ખુરશી માટેના જંગમાં હતા તે વિક્રમ આજે પણ અકબંધ છે.

ત્યારે પાલિતાણાની બેઠક પર 28 ઉમેદવાર જંગમાં હતા અને તળાજાની બેઠક પર 23 ઉમેદવારો જંગમાં હતા. જ્યારે આ વખતે ભાવનગર પશ્ચિમની બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવાર છે. 1990ના જંગમાં ભાવનગરમાં ભાજપને માત્ર એક બેઠક ભાવનગરની આ 7 વિધાનસભામાં (બોટાદ અને ગઢડાને ગણતરીમાં લીધી નથી) મળેલી પણ 1995થી ભાવનગરમાં ભાજપનો ઉદય થયો અને 7 પૈકી 4 બેઠક મળી હતી.

ભાવનગર પૂર્વ જ્યાં ગત ચૂંટણીમાં માત્ર 4 જ ઉમેદવાર હતા ત્યાં બમણાથી વધુ 10 ઉમેદવારે ચૂંટણીમાં રસ દર્શાવ્યો છે. જ્યારે ભાવનગર પશ્ચિમ જ્યાં ગત વખતે 10 ઉમેદવાર હતા ત્યાં વધીને 15 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ચુંટણીના ગણિતમાં આ વખતે મતોને જ્ઞાતિના આધારે બેલેન્સ કરવા માટે પણ ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યાં છે. જેમ કે ભાવનગર પશ્ચિમમાં પાટીદાર, ક્ષત્રિય અને કોળી ઉમેદવાર વચ્ચે જંગ છે ત્યારે જ્ઞાતિના સમીકરણો માંડીને કુલ 15 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તો ભાવનગર પૂર્વમાં ગત વખતે માત્ર ચાર ઉમેદવાર હતા ત્યારે આ વખતે 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. આમ, આ બેઠક પર બમણા ઉમેદવારો ઉભા રહ્યાં છે.

ભાવનગર જિલ્લામાં ઇ.સ.2002થી ઇ.સ.2017 સુધીની ચાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં એક વિધાનસભા દીઠ સર્વાધિક ઉમેદવાર 2017ની ચૂંટણીમાં પાલિતાણામાં નોંધાયેલા તે વખતે પાલિતાણા બેઠક પર કુલ 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. તો 2012માં ગારિયાધાર બેઠક પર 15 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ હતો. તો આ વખતે ભાવનગર પશ્ચિમમાં સૌથી વધુ 15 ઉમેદવાર છે. બાકી એકપણ બેઠક પર 10 કે તેથી વધુ ઉમેદવારો મેદાનમાં નથી.

1995થી 2007 સુધી વિધાનસભાની સ્થિતિ

ચૂંટણીપાલિતાણાસિહોરમહુવાતળાજાઘોઘાભાવ.(ઉ)ભાવ.(દ)કુલ
1995281910234151099
20028341166644
2007951057101157

2012થી 2017 સુધી વિધાનસભાની સ્થિતિ

ચૂંટણીપાલિતાણાભાવ.(ગ્રા)મહુવાતળાજાગારિયાધારભાવ.(પૂ)ભાવ.(પ)કુલ
20126146815101372
201716119131341171
20227610101081566
અન્ય સમાચારો પણ છે...