વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે બજરંગદાસ બાપા આરોગ્યધામ હોસ્પિટલે એક નવતર પ્રયોગ કરીને 70થી વધુ વય ધરાવતા વડીલો કે જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની, હૃદય રોગ જેવા રોગ ન હોય તેમનું સન્માનનું આહવાન કરવામાં આવ્યું હતું અને આવા 177 વડીલોએ તેમાં નામ નોંધાવ્યા હતા. જેમાં વડીલોએ પોતાની તંદુરસ્તીનું મેડિકલ સર્ટિફિકેટ પણ આપ્યું હતું. જેની બજરંગ દાસ બાપા હોસ્પિટલની મેડિકલ ટીમે ચકાસીને ખરાઇ પણ કરી હતી.
હવે તારીખ 17 એપ્રિલને રવિવારે સવારે 9 થી 12 દરમિયાન ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર, ભાવનગર ખાતે તે વડીલોને સન્માનિત કરવામાં આવશે.ભાવનગરમાં પહેલી વાર અને અનોખી રીતે આ રીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ રીતના કાર્યક્રમ દ્વારા ઘરે-ઘરે સ્વસ્થ રહેવાની ચળવળ શરૂ થાય તેવી બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.