તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ભાવનગર શહેર અને જિલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકરની 130 જન્મ જયંતિ ની ઉજવણી કરવામા આવી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી

આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતિની ઉજવણી ભાવનગરમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ-ભાજપ, આમ આદમી પાર્ટી, બસપા સહિતના પક્ષોના હોદ્દેદારો એ જશોનાથ સર્કલ ખાતે બાબાસાહેબ ની પ્રતિમા ને ફૂલહાર કરી આઝાદ ભારતના બંધારણ ના ઘડવૈયા માટે નારાઓ લગાવ્યા હતાં.

ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે શહેર-જિલ્લામાં વ્યાપ્ત વિવિધ દલિત સંગઠનો તથા હોદ્દેદારો એ મોટી સંખ્યામાં જશોનાથ ચોકમાં ઉમટી પડ્યાં હતાં અને આંબેડકરની મૂર્તિને ફૂલહાર અર્પણ કર્યા હતા,

શહેર ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહાનગરપાલિકા ના ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, તથા મહમંત્રીઓ, કોર્પોરેટર તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા,

શહેર કૉંગ્રેસ દ્વારા આજરોજ 14મી એપ્રીલ ડો.બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતી નિમિત્તે જશોનાથ સર્કલ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી, આ કાર્યક્રમ વેળાએ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જયેશભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ ગોહીલ તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા,

સિહોર ખાતે આંબેડકર ચોક ખાતે રાષ્ટ્રીય પક્ષો ભાજપ ,કોંગ્રેસ,તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સરકારી ગાઈડ લાઈન સાથે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, ભારત રત્ન અને બંધારણ ના ધડવૈયા ડો.ભીમરાવ આંબેડકર સાહેબના જન્મદિવસ નિમિત્તે સિહોર ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ ની પ્રતિમા ને ફુલહાર પુષ્પાંજલિ કાયૅક્રમ યોજાયો હતો અને ઉકાળા વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી સવારે 10 થી 12 ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતુ, જય ભીમના નારા સાથે બાબા સાહેબ આંબેડકર ને ફુલહાર વિધી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો