તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટોત્સવ:શહેરના જશોનાથ સર્કલ પાસે આવેલા જય શ્રી મામા દેવના 12માં પાટોત્સવની ઉજવણી કરવામા આવી

ભાવનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહા આરતી, આનંદનો ગરબો, હવન સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયા

ભાવનગર શહેરના જશોનાથ સર્કલ આયુર્વેદ કોલેજ ખાતે આવેલા જય શ્રી મામાદેવ નો 12 મો પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાત્રે આનંદ નો ગરબો, મહા આરતી, હવન, બટુક ભોજન સહિતના કાર્યકમોનું આયોજન કરાયું હતું,

શહેર ના જશોનાથ સર્કલ પાસે આવેલ આયુર્વેદિક કોલેજ માં આવેલ જય શ્રી મામા દેવ મિત્ર મંડળ દ્વારા હવન કરવામાં આવ્યો હતો આ હવન માં નવયુગલો એ હવનમાં બેસી ને ધાર્મિક પુજા અર્ચના કરી હતી અને રાત્રે આનંદનો ગરબોમાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા, સાંજના સમયે નાના બાળકો માટે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે, આમ મામા દેવ મિત્ર મંડળ ના 12માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યું હતું, આ પાટોત્સવ માં ભાવિકો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ભાવિકો ભક્તો એ મામા દેવ ની આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જય શ્રી મામા મિત્ર મંડળનો 12 માં પાટોત્સવ ની દર વર્ષે ધામધૂમથી પૂર્વક ઉજવણી કરવામાં આવતી હતી પણ આ વર્ષે કોરોનાને કારણે સામાન્ય ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો