તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જીત:ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ 9 દિવસ ઓક્સિજન પર રહી માત્ર 12 જ દિવસમાં કોરોનાને હરાવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
102 વર્ષના રાણીબહેનની તસવીર - Divya Bhaskar
102 વર્ષના રાણીબહેનની તસવીર

"ભૂતો ન ભવિષ્યતિ" કહી શકાય તેવી એક ઘટનામાં ભાવનગરના 102 વર્ષની વયના રાણીબેન શ્યામજીભાઈ કોજાણીએ માત્ર 12 દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ જીત્યો છે. આજે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોનાની સારવારમાંથી સાંગોપાંગ બહાર આવ્યા બાદ તેઅોને આજે રજા આપવામાં આવી હતી.

ભાવનગર શહેરના તળાજા રોડ પર રહેતાં 102 વર્ષીય રાણીબેન કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા.2 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે તેમનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતું. હોસ્પિટલમાં 12 દિવસમાંથી રાણીબેન 9 દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા.

આહારવિહાર અને જીવનશૈલીથી વિજેતા
102 વર્ષની ઉંમરે પણ સારવાર દરમિયાન રાણીબેન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેમની વર્ષોની નિયમિત આહાર વિહાર શૈલી તેમણે હોસ્પિટલમાં પણ જાળવી રાખી હતી અને સર ટી હોસ્પિટલના નર્સિંગસ્ટાફે પણ તેમની મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની વિશેષ કાળજી લીધી હતી. રાણીબેનને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે પણ તેઓના ચહેરા પર કોઈ પણ પ્રકારનો કોરોનાનો ભય ન હતો.

100થી વધુ વર્ષના કોરોનામાં સાજા થાય તે લાખમાં 1 ઘટના
કોવિડ-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે, વયોવૃદ્ધ વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગ વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ અસર કરે છે અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર દર 70 કે તેથી વધુ વર્ષથી ઉંમરના લોકોનો નોંધાયો છે તેવા સમયે 100 વર્ષથી વધુ ઉંમરે કોરોનાને હરાવવો એ ખૂબ જ પડકારજનક અને લાખોમાંથી શક્ય બનતી એકાદ ઘટના છે.

મુશ્કેલ લક્ષ્યાંક રાણીબહેનની જીજિવિષાએ સફળ બન્યું
102 વર્ષની જૈફ વયે સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરવી એ ખૂબ મુશ્કેલ ટાસ્ક હતું. પરંતુ સમગ્ર હોસ્પિટલ સ્ટાફની સંવેદના, સહૃદયતા, સેવા-સુશ્રૂષા અને રાણીબેનની જીવી જવાની જીજીવિષાએ કોરોનાને પરાસ્ત કર્યો છે. > ડો.જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ, સર ટી. હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો