તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ઠળીયા ગામ ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન રખાશે, ગામના હિત માટે આ નિર્ણય લેવાયો

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ત્યારે ઠળીયામાં કોરોના વાયરસ ન ફેલાઇ તેના ભાગરૂપે ગામના તમામ જ્ઞાતિના આગેવાનો પ્રમુખો, પંચાયત બોડી, સીએચસીનો સ્ટાફ અને શિક્ષકો વગેરે સામાજીક અંતર જાળવી રાખીને એક નિર્ણય લેવામાં આવ્યો કે ઠળીયા ગામમાં ત્રણ દિવસ સુધી એટલે કે, તા. 11-12-13 દિવસ સુધી કોઇપણ દુકાન ખોલી શકાશે નહીં અને માત્ર દુધ અને દળવાની ઘંટી સીવાયની તમામ દુકાનો બંધ રહેશે.અને બહારથી આવેલા લોકો પૂના, મુંબઇ સુરત, અમદાવાદ, વગેરેને હોમ કોરોન્ટાઇન પણ ફરજીયાત કરવામાં આવ્યા છે. ગામના આગેવાનોની અને જ્ઞાતિવાઇઝ ટુકડીઓ બનાવી અને વિસ્તાર વાઇઝ જવાબદારીઓ સોપવામાં આવેલ છે. આ નિર્ણય ગામના હિત માટે ગામના લોકો, આગેવાનો, વેપારીઓ અને મજુરો વગેરે એ લીધો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો