જળજીલણી એકાદશી:ભાવનગરના લોખંડ બજાર સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીએ નૌકા વિહાર કર્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાદરવા સુદ અગિયારસના રોજથી હરી પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે

ભાદરવા સુદ અગિયારસના રોજ જલ જીલણીની એકાદશી પર્વ છે જે નિમિત્તે શહેરના લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી હરીને હેતથી નૌકા વિહાર કરાવવામાં આવ્યું હતું. વિવિધ હવેલીઓમાં અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.

એકાદશીને પરિવર્તન એકાદશી પણ કહેવામાં
અષાઢ સુદ અગિયારસના રોજથી કારતક સુદ અગિયારસ સુધી ભગવાન શ્રી હરી પાતાળ લોકમાં શયન કરે છે જેને ચાતુર્માસ કહેવાય છે. ભાદરવા સુદ અગિયારસના રોજથી હરી પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે

શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે નોકા વિહાર કર્યા હતા
ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે નોકા વિહાર કર્યા હતા જે પરંપરા આજ સુધી ચાલી આવે છે અને ભગવાન શ્રી હરિને નૌકા વિહાર કરવામાં આવ્યા હતા. શહેરના લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનની પાંચ સંતો દ્વારા આરતી કરવામાં આવે છે, નૌકા વિહાર કરવામાં આવે છે તદુપરાંત વિવિધ હવેલીઓ અને કૃષ્ણ મંદિરો ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જળ જીલણી એકાદશી અનેક પાપો માંથી મુક્તિ આપનાર એકાદશી કહેવાય છે,

અન્ય સમાચારો પણ છે...