અમદાવાદ સહિતના શહેરોમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધતા જતા ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સંદર્ભના રેપિડ અને આર ટી સી આર ટેસ્ટ માં વધારો કર્યો છે. બે ચાર દિવસ પૂર્વે જે 50 થી 100 ની સંખ્યા માટે જ કરવામાં આવતા હતા તે છેલ્લા બે દિવસથી 140 જેટલા ટેસ્ટ કરાય છે.
ભાવનગરના આરોગ્ય વિભાગે હેલ્થ સેનેટરોમાં આર.ટી.પી.સી.આર. અને રેપિડ ટેસ્ટમાં વધારો કર્યો છે. ગઈકાલે તા. 8ના રોજ રેપિડના 3 અને આર.ટી.પી.સી.આર.ના 139 મળી કુલ 139 ટેસ્ટ કરાયા હતા જે આજે રેપિડના 8 અને આર.ટી.પી.સી.આર.ના 126 મળી કુલ 134 કરાયા છે. જોકે, લોકોમાં જાગૃતિનો પણ અભાવ જોવા મળે છે. તેમજ બહારગામથી આવતા લોકોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવતું નથી. અથવા તો એસ.ટી.સ્ટેશન કે રેલ્વે સ્ટેશન પર પણ મુસાફરોના ટેસ્ટ કરાતા નથી. આગામી ચોમાસાની સિજનને કારણે અત્યારથી જ મેલેરિયાના ટેસ્ટ પણ શરૂ કરાતા આજે મેલેરિયા સંદર્ભના કુલ 315 ટેસ્ટ કરાયા હતા.
4 હેલ્થ કેન્દ્રમાં બે દિવસમાં એક પણ ટેસ્ટ નહીં
ભાવનગર આરોગ્ય વિભાગ હસ્તકના કુલ 15 હેલ્થ સેન્ટર પર કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ તે પૈકી બોરતળાવ, કાળીયાબીડ,સિદસર અને રૂવા યુ.સી.એચ.સી. પર છેલ્લા બે દિવસથી એક પણ કોરોનાનો ટેસ્ટ કરાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.