તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભાવનગર શહેરમાં RTPCR ટેસ્ટ માટે 13 સ્થળો પર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં લોકો હવે આસાનીથી RTPCR ટેસ્ટ કરાવી શકશે

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે શહેરી વિસ્તારમાં લોકો આસાનીથી RTPCR ટેસ્ટ કરાવી શકે તે માટે સુવિધામાં વધારો કરાયો છે.

ભાવનગર માં છેલ્લા 5 દિવસમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે જેમાં શહેર 238 પોઝીટીવ કેસો નોંધ્યા જ્યારે ગ્રામ્યમાં 80 પોઝીટીવ કેસો કુલ જોઈતો 5 દિવસમાં 318 પોઝીટીવ કેસો આવ્યા છે, અને ત્રણ ના મોત થવા પામ્યા છે,

આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, લોકો સ્વૈચ્છિક રીતે સદર સેન્ટરો ખાતે આવી કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ કરાવી શકે છે. વ્યક્તિ જો કોરોના વાયરસથી સંક્રમિત હોય તો હોમ આઇસોલેશનમા રહીને તેના નજીકના કુટુંબના, અન્ય સહકર્મી લોકોને સંક્રમિત થતા અટકી શકાય છે અને આની ચેઇન તોડી શકાય છે.

ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આખલોલ જકાતનાકા, ન્યુ કુંભારવાડા, કુંભારવાડા, બોરતળાવ, કરચલીયાપરા, ભીલવાડા, વોશિંગઘાટ, આનંદનગર, શિવાજી સર્કલ(તરસમીયા), સુભાષનગર, વડવા-અ, કાળીયાબીડ અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આર.ટી.પી.સી.આર.ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવેલ છે. આમ શહેરમાં કુલ 13 સ્થળોએ સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, તો ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગે જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો