હવાઇ સેવાનો અલ્પવિરામ:ઓપરેશન કારણોસર ભાવનગરથી 16મી સુધી વિમાની સેવાનો વિરામ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 26 દિવસમાં ભાવનગરથી 4768 મુસાફરોની આવન-જાવન
  • પ્રતિ દિન સરેરાશ 181 મુસાફર હોવા છતા સેવા બંધ કરવાનો પેંતરો?

ભાવનગરને વિમાની સેવા પુન: અપાવવા માટે અગ્રગણ્ય ઔદ્યોગિક સંગઠ્ઠનો, રાજકીય અગ્રણીઓ અને દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર સમાચારે જહેમત હાથ ધરી હતી. ભાવનગરથી ઓપરેટ થતી બે ફ્લાઇટને ઓપરેશનનું કારણ આગળ ધરી અને તા.16મી જુલાઇ સુધી ફ્લાઇટ બંધ કરવાની ઘોષણા કરવામાં અાવતા વિમાની સેવા પુન: બંધ કરવાનો આ કોઇ પેંતરો તો નથી ને? તેવા પ્રશ્નો પણ મુસાફરોમાંથી ઉઠી રહ્યા છે.સ્પાઇસ જેટ દ્વારા તા.12મી જુલાઇ 16મી જુલાઇ સુધી ઓપરશેનનુંં કારણ આગળ ધરી અને ભાવનગરથી ઓપરેટ થતી મુંબઇ અને પુનાની ફ્લાઇટને અલ્પવિરામ આપ્યો હોવાનું જણાવવામાં આવે છે.

પરંતુ દરેક વખતે ભાવનગરની સાથે અન્યાય કરવામાં આવે છે ત્યારે આવા કોઇ બહાના તળે જ ફ્લાઇટ ધીમે ધીમે છીનવી લેવામાં આવે છે.ભાવનગર હવાઇ મથકેથી છેલ્લા 26 દિવસમાં 2 ફ્લાઇટમાં 4768 મુસાફરોએ આવન-જાવન કરી છે, અને પ્રતિદિન સરેરાશ 181 મુસાફરો ભાવનગર હવાઇ મથકેથી આવન-જાવન કરી રહ્યા છે.

ભાવનગર-મુંબઇની એર ઇન્ડીયાની ફ્લાઇટ બંધ કરાયા બાદ એર કનેક્ટિવિટી પુન: મળી રહે તેના માટે ભાવનગરના અગ્રગણ્ય ઔદ્યોગિક એસોસિએશનો, રાજકીય અગ્રણીઓને સાથે રાખી અને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને પરિણામ સ્વરૂપ સ્પાઇસજેટની ભાવનગરથી મુંબઇ અને ભાવનગરથી પુનાની એમ બે ફ્લાઇટ મળી હતી. સ્પાઇસજેટ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ હવાઇ સેવાનો અલ્પવિરામ છે, પરંતુ મુસાફરોમાં ફફડાટ છે.

અન્ય સમાચારો પણ છે...