વેધર:36 કિ.મી.ની ઝડપના દરિયાઇ પવનથી તાપમાન ઘટીને 36.4

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ વધીને 55 ટકા થયું
  • એક દિવસમાં બપોરે તાપમાનમાં 3.6 ડિગ્રીનો ઘટાડો, આ માસમાં બપોરે સૌથી ઓછું તાપમાન

શહેરમાં દરિયાઇ અને ભેજવાળા પવનો વચ્ચે ગરમીનો પારો એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આ મે માસમાં બપોરના સમયે સૌથી ઓછો એટલે કે 36.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા નગરજનોએ આ માસમાં આજે ગરમીમાં પહેલી વખત થોડી રાહત અનુભવી હતી.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે એક જ દિવસમાં ભેજવાળા પવનને લીધે 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું સડસડાટ ઘટીને 36.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 27.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 55 ટકા રહ્યું હતું. શહેરમાં દરિયાઇ દિશામાંથી સવારે 10 કિલોમીટર અને સાંજે તો 36 કિલોમીટરની તોફાની ઝડપે પવનના સૂસવાટા ફૂંકાયા હતા. જેથી ગરમીથી રાહત અનુભવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...