છૂટકારો:ટેલી મેડિસીન - ઇ- સંજીવની એટલે દર્દી માટે ઘર આંગણે દવાખાનું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબી લાઇનોમાં ઉભા રહેવાથી દર્દીને મળશે છૂટકારો
  • ઘર આંગણે દવાખાનાનો લાભ નિઃશુલ્ક મેળવી શકશે

સરકારી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે જ્યારે કોઈ દર્દીઓ સારવાર માટે જાય ત્યારે ત્યાંના તબીબોને વધુ રેફરન્સ માટે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સલાહ અને સારવારની આવશ્યકતા જણાશે તો ત્યાંથી જ રાજ્ય કક્ષાના ટેલી મેડિસીન હબમાં હાજર વિવિધ વિષયના નિષ્ણાત ડૉક્ટર સાથે ટેલી મેડિસીન મારફત સંપર્ક કરી ઉચ્ચ સારવાર તથાસલાહની વ્યવસ્થા કરવામાં આવે છે. ઇ-સંજીવની ઓ.પી.ડી.ની એપ્લીકેશન એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં દર્દી તરીકે રજીસ્ટર કરવાથી એક ટોકન આવે છે.

આ ટોકન લખવાથી સીધા જ ઇચ્છીત તજજ્ઞોનો સંપર્ક કરી શકાય છે અને માર્ગદર્શન તથા સારવાર મળી શકે છે. તજજ્ઞો દ્વારા ઇ-પ્રિસ્ક્રીપ્શન ફોનમાં એસ. એમ. એસ.થી દર્દીને મળી જાય છે.આ ઇ- પ્રિસ્ક્રીપ્શન કોઇપણ સરકારી દવાખાનામાં બતાવવાની નિઃશૂલ્ક દવાઓ મળી જાય છે. લાંબી લાઇનોમાં ઉભા નથી રહેવું પડતું અને સમય અને લોકોના વધુ સંપર્કમાં આવવાથી પણ બચી શકાય છે.

સિવિલ હોસ્પિટલ તથા અન્ય મોટી હોસ્પિટલમાં થતી ભીડ પણ અટકાવી શકાય છે. રોગચાળા અટકાયત માટે અગત્યનું સાધન પુરવાર થઇ શકે તેમ છે. આથી, લોકોને આ ઇ- સંજીવની ઓ.પી.ડી.એપ ડાઉનલોડ કરી મહતમ ઉપયોગ કરે અને ટેલી મેડિસીન માધ્યમનો ઉપયોગ કરે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ કે.તાવિયાડએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...