સ્પર્ધા:ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ટીમ જિલ્લામાં ચેમ્પિયન

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ખેલાડીઓની રાજ્યકક્ષા માટે પસંદગી

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ખો-ખોની ટીમે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આજરોજ અકવાડા ગુરુકુળના ગ્રાઉન્ડ ઉપર યોજાયેલી આ ખો-ખો સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ખો-ખો ટીમે ઉત્કર્ષ પ્રદર્શન કરી ભાવનગર જિલ્લામાં ચેમ્પિયન બની હતી. તેમજ ખો-ખો ની ટીમના સમગ્ર ખેલાડી રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા હતા.

ખેલ-મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે વિજેતા તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...