પરિપત્ર:ધો.9થી12ના શિક્ષકો-છાત્રોને ખાદી ખરીદી માહિતી મોકલવાની રહેશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓના કમિશનર દ્વારા પરિપત્ર જાહેર કરાયો
  • 25 ઓક્ટોબરે ધોરણ 9થી12ની શાળાઓમાં સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા જણાવાયું

શિક્ષણ જગતમાં શિક્ષણ સિવાયના અનેક પરિપત્ર થતા હોય છે અને આવો જ એક પરિપત્ર આજે શાળાઓના કમિશનરની કચેરી દ્વારા જાહેર કરાયો છે જે મુજબ ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે આ અભિયાન અંતર્ગત વણાટકામ ક્ષેત્રે કાર્યરત લોકોને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ રૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ કોઇ પ્રેરિત થાય તે હેતુથી ખાદી પહેરવા તથા ખાદી ખરીદવા માટે અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકોને વ્યક્તિગત-સામૂહિક રીતે ખાદી ખરીદવા જણાવાયું છે.

આ પરિપાત્રમાં સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન.ચાવડાએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવ્યું છે કે જે તે જિલ્લામાં ડીઇઓના તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો, આચાર્યો, વિદ્યાર્થીઓ અને બિનશૈક્ષણિક કર્મચારીઓ/ અધિકારીઓને વ્યક્તિગત કે સામૂહિક રીતે ખાદી ખરીદવા અને પહેરવા માટેના આ અભિયાનમાં સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થવા અને આગામી તા.25 ઓક્ટોબરને સોમવારે શાળાઓમાં સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા પ્રેરિત કરવા જણાવાયુ઼ છે.

આથી શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તો ઠીક પણ ગરીબ ઘરના વિદ્યાર્થીઓ ખાદી ખરીદી ક્યાંથી પહેરે તે પ્રશ્ન થયો છે. ભલે સ્વેચ્છાએ લખ્યું હોય પણ કેટલીક શાળાઓમાં આ પ્રકારના અભિયાન માટે સારા દેખાવ માટે વિદ્યાર્થીઓને ઘણી જગ્યાએ દબાણ પણ કરાતું હોય છે. આવું થશે તો કોરોના કાળમાં નબળી આર્થિક સ્થિતિના વિદ્યાર્થીઓ માટે કપરો સમય આવશે.

અન્ય સમાચારો પણ છે...