તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિવસ:બાળકોના ભણતર સાથે ગણતર ઘડતર કરવાનું કાર્ય શિક્ષકો કરે છે

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માટીના પીંડમાંથી શ્રેષ્ઠ મૂર્તિ ઘડવાનું કૌશલ્ય શિક્ષકોના હાથમાં
  • શિક્ષક દિને જિલ્લા કક્ષાનો 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' સન્માન કાર્યક્રમ

21મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે. હાઇટેક સ્કૂલ,કાળીયાબીડ ખાતે 'શિક્ષક દિવસે' ભાવનગર જિલ્લા અને તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ વેળાએ સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યું કે, સમાજ જીવનના કોઈ પણ સફળ વ્યક્તિત્વની પાછળ એક શિક્ષકનું અભૂતપૂર્વ યોગદાન હોય છે.

સમાજમાં ભણતર સાથે ગણતર અને ઘડતર કરવાનું શ્રેષ્ઠ કાર્ય શિક્ષકો કરે છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ જણાવ્યું કે, શિક્ષક માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહીં,પરંતુ જીવન જીવવાની કેળવણી પણ આપે છે અને તે દ્વારા તે શ્રેષ્ઠ સમાજ,શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરે છે.તેમણે વધુમાં કહ્યું કે, માટીના પીંડમાંથી શ્રેષ્ઠ મૂર્તિ ઘડવાનું કૌશલ્ય શિક્ષકોના હાથમાં છે. કલેકટર યોગેશ નિરગૂડેએ જણાવ્યું કે, શિક્ષક સમાજને આગળ લઈ જવાની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરે છે.તેથી તેમની વિશેષ જવાબદારી બની જાય છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી.મીયાણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું ક્ષમતા નિર્માણ કરી સ્વસ્થ સમાજ સાથે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવા શિક્ષકોની ભૂમિકા અનિવાર્ય અને પ્રસ્તુત રહી છે. શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સાથે જિલ્લાના પ્રતિભાશાળી બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...