ઉજવણી:ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસ ઉજવાયો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 સપ્ટેમ્બરના દિવસે ભારત દેશના મહાન વિભૂતિ ડો.સર્વપલ્લી રાધાક્રિશ્નનનો જન્મ દિવસ

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ગ્રામીણ સંસ્કૃતિમાં માસ્તર શબ્દની લોકવાયરા
આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને ગુરુ માનવામાં આવે છે. શિક્ષકને આપણી સંસ્કૃતિમાં અને ગ્રામીણ સંસ્કૃતિમાં માસ્તર શબ્દની લોકવાયરા છે માસ્તર એટલે મા જેટલું સ્તર. એટલા માટે જ શિક્ષકને ગ્રામીણ ભાષામાં માસ્તર કહેવામાં આવે છે. એટલે કે શિક્ષકને ભારતીય સંસ્કૃતિમાં મા જેટલો દરજ્જો આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકને ગુરૂ તરીકે પણ માનવામાં આવે છે.

શિક્ષકોના યોગદાનને સન્માન આપવા
આપણા જીવન, સમાજ અને દેશમાં શિક્ષકોના યોગદાનને સન્માન આપવા માટે આપણે દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. આ શિક્ષક દિવસ મનાવવા પાછળ નું એક કારણ છે 5 સપ્ટેમ્બરના દિવસે ભારત દેશના એક મહાન વિભૂતિ ડો.સર્વપલ્લી રાધાક્રિશ્નનનો જન્મ દિવસ હતો.

મારૂ સમર્પણ સમજીને આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવો
ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા. ત્યારે લોકોએ તેમને તેમનો જન્મ દિવસ ઉજવવાનું કહેવામાં આવ્યું. તો તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બરના રોજ મારો જન્મ દિવસ ઉજવવાને બદલે ભણતરને મારૂ સમર્પણ સમજીને આ દિવસ ને શિક્ષક દિવસ તરીકે મનાવવો જોઈએ. ત્યારપછી ૫ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ના બી.કોમ., બી.એ., બી.બી.એ., બી.સી.એ., ફેશન ડિઝાઈન, એમ.એસ.ડબલ્યુ., એમ.કોમ., એમ.એ., ડી.એન.વાય.એસ. અને વિવિધ ડીપ્લોમાં કોર્ષની વિધાર્થીનીઓએ આજે પોતે શિક્ષક બનીને પોતાની ફેકલ્ટીના વિવિધ અભ્યાસક્રમ ના લેકચર લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...