તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈભવી વારસો:134 વર્ષ પૂર્વે સ્ત્રી કેળવણી માટે બંધાયેલ ટીબી જૈન કન્યાશાળા

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજુલા અને પોરબંદરનાં પત્થરથી શાળાનું બાંધકામ, કમાન, બાલ્કની અને થાંભલાઓથી સ્થાપત્ય

ભાવનગરની ગોહિલવાડની રાજધાની તરીકે સ્થાપના વર્ષ 1723 માં થઈ હતી. એ પહેલા ગોહિલવાડ ની રાજધાની સિહોર હતી. ભાવસિંહજી પહેલાએ સૌ પ્રથમ વડવા ગામમાં ભાવનગરની સ્થાપના કરી હતી અને ભારતની આઝાદીના 200 વર્ષ પહેલાં, રાજ્ય પ્રગતિશીલ હતું. ભાવનગરમાં શિક્ષણનું એટલું મહત્વ હતું તેથી આ શક્ય બન્યું હતું. આજે પણ આપણે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ જોઈ શકીએ છીએ જે મહેલોની જેમ શાનદાર બનાવવામાં આવી છે. ટીબી જૈન કન્યાશાળા આવી જ એક સંસ્થા છે.

બ્રિજેશ્વરી દેવી ગોહલ
બ્રિજેશ્વરી દેવી ગોહલ

ત્રિભુવન દાસ ભાણજી કન્યાશાળા ની શેઠ ત્રિભુવનદાસ દ્વારા કરવામાં આવી હતી. જો કે શાળા ની જમીન ત્યારે ભાવનગર સ્ટેટની હતી. 134 વર્ષ પહેલાં કન્યા કેળવણી માટે શાળાની સ્થાપના કરવામાં આવી હતી. ભાવનગર રાજ્યના તે સમયના વિચારશીલ શાસકો અને સલાહકારોએ મહિલાઓને શિક્ષિત કરવા પર ખૂબ ભાર મૂક્યો હતો. આવી પ્રથમ સ્કૂલ માજીરાજ સ્કૂલ હતી, જે એક સરકારી સંસ્થા છે. ટીબી જૈન કન્યાશાળાની સ્થાપના 1897 માં કરવામાં આવી હતી. તે આશ્ચર્યજનક છે કે આજદિન સુધી શાળા જે હેતુ માટે નિર્માણ પામી હતી તે જ હેતુ માટે તેનો ઉપયોગ આજે પણ થાય છે.

વર્ગખંડો અને લાઇબ્રેરી જેવી સુવિધાઓનો સમાવેશ કરીને, શાળાનું પોતાનું મૂળ માળખું સાચવ્યું છે.મોટા ભાગનું બાંધકામ રાજુલા અને પોરબંદર પથ્થરથી થયું હતું. આ પત્થરો આ પ્રદેશમાં જોવા મળે છે અને તેથી ત્યાં સ્થાનિક સામગ્રી અને કામદારોનો ઉપયોગ થતો હતો. આ શાળાના નિર્માણમાં પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સ્થાપત્ય યુરોપિયન શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને તેમાં એક સુંદર કમાન, બાલ્કની થાંભલા છે. અન્ય વસ્તુઓમાં જાળીદાર બારીઓ શાળામાં એવી રીતે બનાવવામાં આવી હતી કે જ્યાં દિવસભર પૂરતો પ્રકાશ અને હવા પ્રાપ્ત થાય છે.

વિદ્યાર્થીઓ માટે આ એટલું મહત્વનું છે અને ઘણી નવી શૈક્ષણિક ઇમારતોમાં કંઈક એવું દેખાતું નથી.શાળાની અંદર જઈએ ત્યારે પણ સુર્ય ગવાક્ષ અને જાળીની રચના આવેલી છે. આ તમામ રચનાઓ પત્થરમાં કોતરણી કરીને બનાવવામાં આવી છે.શૈક્ષણિક સંસ્થાને ધ્યાનમાં રાખીને, ઇમારતની ટોચ પર દેવી સરસ્વતીની સુંદર મૂર્તિ છે. સફેદ અને લાલ રંગના સુંદર મોઝેક નું કામ પણ કરવામાં આવ્યું છે. શાળાનું ઉપરનું માળખું તાજેતરના સમયમાં બનાવવામાં આવ્યું છે. કમાનો અને થાંભલાઓ પણ કાળા થઈ રહ્યા છે, જેને સાફ કરવાની અને સારવાર કરવાની જરૂર છે. આ રચનાના ઘણાં અન્ય સુંદર સ્થાપત્ય તત્વો છે જે આટલા વર્ષો પછી પસાર થતા લોકોને આકર્ષિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો