ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણના 58 મહિના બાદ પણ સરકાર તેમાં રહેલી ખામીઓને દુરસ્ત કરવાની કસરત કરી રહી છે. જીએસટી માં રહેલા લીકેજીસને દુર કરવા માટે હવે ત્રિમાસિક રીટર્નનું સ્ક્રુટીની ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
જીએસટી ક્ષેત્રે વ્યાપેલી કર ચોરીના દૂષણને નાબૂદ કરવા માટે હવે જીએસટીના ત્રિમાસિક રિટર્ન્સ સ્કૃટિની કરવામાં આવશે. કરદાતા દ્વારા ફાઇલ કરવામાં આવેલા જીએસટીઆર1 અને જીએસટીઆર 3બી ના રીટર્ન વચ્ચે જે કોઈ તફાવત રહેતો હશે તેનું જસ્ટિફિકેશન અને રીકન્સીલેશન કરદાતાએ આપવું પડશે.
જીએસટીઆર 3બી તળે વેચાણના ટર્નઓવરમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ નું પેમેન્ટ કરદાતા દ્વારા કરવામાં આવ્યું નહીં હોય તો આ કિસ્સામાં પણ સ્ક્રુટિની નોટિસ આવી શકે છે. કરદાતા દ્વારા વેરાશાખ ક્લેમ કરવામાં આવી હોય પરંતુ વેચાણકર્તા દ્વારા તેનો જીએસટી ભરવામાં આવ્યો ન હોય અથવા તેનું રજિસ્ટ્રેશન રદ થઈ ચૂક્યું હોય આવા કિસ્સામાં પણ સ્ક્રુટીની તળે કરદાતાએ જવાબ આપવો પડી શકે છે.
હવે જીએસટી ના અધિકારીઓ દ્વારા જીએસટીઆર વન અને જીએસટીઆર 3બી માં આઉટ વર્ડ સપ્લાયની સાથે ઈવે બિલનું પણ ક્રોસ ચેક કરવામાં આવશે, અને ઇ વે બિલ અથવા ત્રિમાસિક રિટર્નમાં રકમમાં જો કોઈ તફાવત આવે તો કરદાતાએ જીએસટી અધિકારીઓ દ્વારા પાઠવવામાં આવનાર સ્ક્રુટિની નોટિસ નો સામનો કરવો પડી શકે એના તેનો જવાબ પણ દેવો પડી શકે છે.આમ બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ જેવા દૂષણો અને ડામવા માટે સરકાર દ્વારા જીએસટી ક્ષેત્રે વધુ એક સકંજો કસવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.