તક્ષશીલા કોલેજ ખાતે આજે વિન્ટર વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કોલેજ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં આગામી ત્રણ દિવસ આ ટુર્નામેન્ટમાં ભાઈ-બહેનોની ટિમો ભાગ લેશે, આ ટુર્નામેન્ટનો ઉદઘાટન સમારોહમાં ડૉ.દિલીપસિંહ ગોહિલ (શારીરિક શિક્ષણ નિયામક મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી), ડૉ.ભાવેશભાઈ જાની (ડેપ્યુટી રજીસ્ટ્રાર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી)ની વિશેષ ઉપસ્થિતમાં શુભારંભ કરવામાં આવ્યો હતો અને રમતવીરોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો.
સ્પોર્ટ્સનું પણ શિક્ષણ જેટલું જ મહત્વ છે
શારીરીક શિક્ષણ નિયામક ડૉ.દિલીપસિંહ ગોહિલે આજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે વધતી રૂચી જોઈને વિશેષ આંનદ વ્યક્ત કર્યો હતો. ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ.ભાવેશભાઈ જાનીએ વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવા માટે સ્પોર્ટ્સનું પણ શિક્ષણ જેટલું જ મહત્વ છે તે સમજાવ્યુ હતું.
શહેર-જિલ્લાની 23થી વધુ ભાઈ-બહેનોની ટીમો ભાગ લીધો
તક્ષશિલા કોલેજ આયોજિત વિન્ટર વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર શહેર-જિલ્લાની 23થી વધુ ભાઈ-બહેનોની ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાશે જેમાં આજથી 3, 4 અને 5 જાન્યુઆરીના રોજ રમાશે, જેમાં બહેનોની 8 અને ભાઈઓની 15 ટિમો વચ્ચે વોલીબોલની મેચો રમાશે, આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, મેડલ તેમજ વિજેતા અને રનર્સઅપ ટિમને વિશેષ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઉદઘાટન સમારોહમાં તક્ષશિલા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિકભાઈ પાઠક તથા ભાવનગર શહેર-જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, PTI તેમજ શહેરની રમતપ્રેમી જનતા ટુર્નામેન્ટ નિહાળવા અને રમતવીરોનો ઉત્સાહ વધારવા બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.