તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળી નેતાગીરી:સુરતને વેરામાં રાહત ભાવનગરને ભારણ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રદેશ ભાજપ અધ્યક્ષની ભલામણથી સુરતમાં રાહત, ચેમ્બરે વેરામાં રાહત આપવા કરી માંગણી

ભાવનગર | સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે હાઉસટેક્ષમાં રાહત આપવામાં આવેલી છે તે મુજબ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા પણ રાહત આપવામાં આવે તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત કરી છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી હોય તેની અસર છેલ્લા એક વર્ષથી વેપાર ઉદ્યોગ પર પણ પડેલ છે તેના અનુસંધાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ભલામણથી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલ નિર્ણય મુજબ 15 ચો.મી. સુધીના રહેણાંકી આસામીઓને સંપૂર્ણ વેરામાફી તથા 15 થી 50 ચો.મી. સુધીના રહેણાંકી તેમજ કોમર્શિયલ આસામીઓને વેરામાં તેમજ યુઝર ચાર્જમાં 25% ની રાહત આપી છે તે જ પ્રમાણે કોર્પો.દ્વારા હાઉસટેક્ષમાં રાહત આપવી જોઈએ. જેથી નાના અને મધ્યમવર્ગના નાગરીકો તથા નાના વેપારીઓને આર્થિક ભારણમાં થોડી રાહત મળશે.

કોરોના મહામારી માત્ર સુરતને જ નડી હોય તેમ પ્રદેશ ભાજપના અધ્યક્ષની ભલામણથી સુરતના લોકોને વેરામાં રાહત આપવામાં આવી. જ્યારે ભાવનગરની નબળી નેતાગીરીને કારણે ભાવેણાવાસીઓને વેરામાં રાહત તો એક તરફ રહી પરંતુ વેરા વધારાનો દંડ ફટકારાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો